Lifestyle: મખાના સ્વાસ્થ્ય (Health) માટે અત્યંત લાભકારક ડ્રાય ફ્રુટ (Dry Fruit) છે જે કેલ્શિયમ અને પ્રોટીન (Calcium, Protein)નો ખજાનો છે. શેકેલા મખાના ખાવામાં લાજવાબ લાગે છે! અહિં તમને જણાવીશું માત્ર 1 ચમચી ઘીમાં મખાના શી રીતે શેકવા એની ટિપ્સ વિશે…
ઘીમાં શેકેલા મખાના રેસિપી હૅલ્ધી ટિપ્સ સાથે
શેકેલા મખાના ખાવા સૌને પસંદ હોય છે. અને જો મખાના (Makhana)માં સહેજ મીઠું અને મરી પાવડર નાખીને ખાઇએ તો એ મજેદાર સ્નેક બની જાય છે! હૅલ્ધી નાસ્તા (Healthy Snakes) ની યાદીમાં મખાના મોખરે છે અને જે લોકો વેઇટ લોસ જર્ની (Weight Loss Journey)કરી રહ્યાં હોય એમના માટે તો આ શ્રેષ્ઠ આહાર છે. તમારે ઉપવાસ હોય તો પણ તમે મખાના ખાઇ શકો છો.

વિશેષ કરીને બાળકો (Children)ને તો એનો સ્વાદ ખૂબ પસંદ પડે છે. કેવળ 1 ચમચી દેશી ઘીમાં તમે આખો મોટો બાઉલ ભરીને મખાના શેકી તૈયાર કરી શકો છો. આ માટે અહિં સરળ ટિપ્સ (Tips) લઇને આવ્યા છીએ, તો ચાલો આ રેસિપી (Recipe) વિશે જાણીશું….
ઘીમાં મખાના શેકવાની ટિપ્સ
મખાનાને તેલ કરતા ઘીમાં શેકવાથી એમાંથી અનેરી સુગંધ આવે છે. અલબત્ત, આ ડ્રાય ફ્રુટ ઘી ઘણુ શોષે છે અને તમે ગમે તેટલું ઘી (Ghee) નાખો તો પણ એ બધું જ ઘી શોષી લે છે! વધુપડતું ઘી નાખવાથી મખાના હૅવી થઇ જાય છે અને તમે જે હેતુથી એનું સેવન કરો છો એ પરિપૂર્ણ થઇ શકતો નથી અર્થાત્ તમે જો વજન ઓછું કરવા માટે એ ખાતા હો તો એવું થતું નથી. આથી જરુરી છે કે તદ્દન ઓછા ઘીમાં શેકીને આ સ્નેક તૈયાર કરો.

આ માટે તમારે એક જાડા તળિયા વાળી તાવડી લેવાની રહેશે અને એમાં મખાના નાખીને સતત હલાવતા રહીને એને મધ્યમ તાપે શેકી લેવા. જ્યારે મખાના 90% જેટલા શેકાઇ જાય ત્યારે તમારે એમાં કેવળ 1 ચમચી દેશી ઘી ઉમેરવું. મખાનાને સતત હલાવતા રહીને એને ઘીથી કોટ કરી દેવા. ત્યાર બાદ, તરત જ એની ઉપર મીઠું અને કાળા મરીનો પાવડર (Salt & Pepper Powder) છાંટી દેવો. એ પછી માત્ર 2 થી 3 મિનિટ સુધી એને ધીમા તાપે શેકવા જેથી ઘી અને મસાલા બરાબર લાગી જાય. હવે તરત જ ગૅસની ફ્લેમ બંધ કરીને એને અન્ય બાઉલમાં ટ્રાન્સફર કરી લેવા. એ ઠંડા થાય એટલે એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી લેવા.
વજન ઘટાડવા માટે શી રીતે ખાશો?
શેકેલા મખાના મસ્ત લાગે છે અને એમાં વધારે ઘી કે તેલ પણ વપરાતું નથી હોતું! વજન ઘટાડવા માટે લોકો આ રીતથી મખાના શેકીને ખાઇ શકે છે અને આ મખાના લાંબો સમય ક્રંચી રહે છે. નાસ્તા અને સ્નેક્સ તરીકે ખાવા ઉપરાંત, આ મખાના ચા સાથે પણ સરસ લાગે છે. મખાના એક લો કેલરી અને હાઈ ફાઇબરથી સભર ફૂડ (Food with Fiber) છે જે ખાવાથી વજન ઝડપભેર ઓછું થાય છે!
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
આ પણ વાંચો: લાડુ બનાવવાની ઝટપટ રેસિપી…ચણા અને મખાનાથી બનાવો આ હૅલ્દી લાડુ!
આ પણ વાંચો: મખાનાને બનાવો સ્વાદિષ્ટ, ઉમેરો ફુદીના ફ્લૅવર…નોંધી લો ‘મિન્ટ મખાના’ની ચટપટી રેસિપી..!
