Lifestyle/ તમામ જાતના પ્રોટીનને હૅલ્ધી સમજવાની ભૂલ પડશે ભારે! ‘હાઈ પ્રોટીન ફૂડ’ અંગે ફિટનેસ કોચની ચેતવણી…!!

‘હાઈ પ્રોટીન ફૂડ’ થી અંતર રાખવું જરુરી છે અને બધા જ પ્રોટીન હૅલ્ધી નથી હોતા!! ફિટનેસ કોચ જણાવે છે કે, યોગ્ય પ્રોટીન સ્ત્રોતની શી રીતે કરશો સ્માર્ટ પસંદગી?!!

Food Health & Fitness Trending Lifestyle
હાઈ પ્રોટીન ફૂડ, હૅલ્ધી

Lifestyle: પ્રોટીન વાળો આહાર…જેના સેવનથી તમારી હૅલ્થ ઊલટાની વધારે ખરાબ થઇ શકે છે એ કયા છે? હાલમાં એક મશહૂર ફિટનેસ કોચે જણાવ્યા મુજબ, ગ્રીક યોગર્ટ, પનીર બટર, ઇંડા, ડ્રાટ ફ્રુટ્સ તથા પ્રોટીન બાર્સ જેવા ફૂડ્સ એટલા હૅલ્ધી નથી હોતા જેટલા લોકો એને સમજે છે! તો ચાલો જાણીએ કે, સ્વાસ્થ્યની જાળવણી માટે કયા ‘હાઈ પ્રોટીન ફૂડ’ થી અંતર રાખવું જરુરી છે અને પ્રોટીન સ્ત્રોતની શી રીતે કરવી સ્માર્ટ પસંદગી!

આહારમાં પ્રોટીન (Protein) શિરમોર ગણવામાં આવે છે, એને ‘ફિટનેસ હીરો’ પણ કહેવાય છે! વજન ઘટાડવું હોય કે કેવળ ફિટ અને હૅલ્ધી (Fit & Healthy) રહેવું હોય, બંને બાબતમાં દરેક વ્યક્તિ એક જ સલાહ આપતા જોવા મળે છે કે પ્રોટીન વધારે ખાવું! પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જે ચીજવસ્તુઓ તમે દરરોજ ‘હાઈ પ્રોટીન ફૂડ્સ‘ (High Protein Foods) સમજીને ખાઇ રહ્યાં છો એ ખરેખર તમને કેટલી ફાયદાકારક છે ખરી? આ હૅલ્થ વિષયક મહત્વપૂર્ણ બાબત છે અને એના વિશે જાણવું ઘણું જ જરુરી છે. એક જાણીતા ફિટનેસ કોચે (Fitness Coach) સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની પોસ્ટ શૅર કરતા આ વિશે વિગતે વાત કરી છે. એ જણાવે છે કે, ખરેખર નોર્મલ લાગતા ફૂડ્સ જેવા કે ગ્રીક યોગર્ટ, ઇંડા, પીનટ બટર, ડ્રાટ ફ્રુટ્સ તથા પ્રોટીન બાર્સ વગેરે વાસ્તવમાં એટલા લાભકર્તા આહાર નથી!

તમામ ‘હાઈ પ્રોટીન ફૂડ’ હૅલ્ધી નથી હોતા!

આ ફિટનેસ કોચનું કહેવું છે કે, ઘણી વાર આપણે આ તમામ આહારને વગર વિચાર્યે હાઈ પ્રોટીન સમજીને એમનુ સેવન કર્યા જ કરીએ છીએ, પરંતુ એમાં પ્રોટીનની માત્રા બહુ જ ઓછી હોય છે અથવા તો એમાં એટલી વધારે ફેટ, શુગર કે કેલરી (Fat, Sugar, Calories) હોય છે કે એનાથી ફાયદો ઓછો, અને નુકસાન ઝાઝું થાય છે! આ કોચે એમની પોસ્ટમાં એક સીધો જ પ્રશ્ન કર્યો છે કે, શું તમે આ ચીજવસ્તુઓ સાથે તમે તમારો સમય વ્યર્થ કરી રહ્યાં છો, કે પછી એમને થોડી વધુ સમજબૂઝ (Smartness) વાપરીને ઉપયોગમાં ન લેવા જોઇએ? હવે સવાલ એ છે કે, એવા કયા પ્રોટીનસભર આહાર છે કે જેના સેવનથી તમારી હૅલ્થ ઊલટાની વધારે ખરાબ થઇ શકે છે!

હાઈ પ્રોટીન ફૂડ, હૅલ્ધી

1. ઇંડા

ઇંડાને સુપરફૂડ કહેવામાં આવે છે (Eggs are Superfood) અને એ વાતમાં તથ્ય પણ છે. પરંતુ, એક ઇંડામાં કેવળ 6 ગ્રામ પ્રોટીન હોય છે અને જો તમે સવારના બ્રેકફાસ્ટમાં 2 ઇંડા ખાઇને એવું વિચારો છો કે તમને આખા દિવસનું પ્રોટીન પ્રાપ્ત થઇ ગયું છે તો એવું માનવું ભૂલભરેલું છે. કોચનું કહેવું છે કે, ઓછામાં ઓછા 4 થી 5 ઇંડા ખાશો તો કંઇક અસર થશે! અર્થાત્ ઈંડા સારા છે પણ એમને જરુરી માત્રામાં ખાવાથી જ એની અસર થાય છે.

હાઈ પ્રોટીન ફૂડ, હૅલ્ધી

2. ડ્રાય ફ્રુટ્સ

કાજુ, બદામ, અખરોટ વગેરે સૂકા મેવાનું સેવન શરીર માટે ઉત્તમ ગણાય છે, પરંતુ જો તમે એમને પ્રોટીનનો સ્ત્રોત માનો છો તો એ તમારી ભૂલ છે. કોચ કહે છે કે, ડ્રાય ફ્રુટ્સ (Dry fruits) પ્રોટીન માટે એક નકામો સ્ત્રોત છે કારણ કે, એમાં કેલરી ઘણી વધારે હોય છે. એમને થોડી માત્રામાં ખાવા યોગ્ય છે પણ એને જો તમે એમને રોજ મુઠ્ઠી ભરીને ખાતા રહેશો તો વજન (Weight) વધતા વાર નહિં લાગે!

3. પીનટ બટર

લોકોના કાનમાં પીનટ બટર (Peanut butter) એવું નામ પડે એટલે એમને પહેલો વિચાર એવો જ આવે કે આ તો પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે! તમને જાણીને નવાઇ લાગશે કે હકીકત આ નથી પણ એનાથી ઊલટી છે…કોચ કહે છે કે, જો તમારે પેટની ચરબી (Belly Fat) ઓછી કરવી હોય તો પીનટ બટરથી અંતર રાખો. કારણ કે, પીનટ બટરમાં ખૂબ જ વધારે માત્રામાં કેલરી હોય છે અને પ્રોટીન ઓછું હોય છે. અર્થાત્ એ ખાવાથી પેટ જલદી ભરાતું નથી પણ વજન જરુર વધી શકે છે!

હાઈ પ્રોટીન ફૂડ, હૅલ્ધી

4. ગ્રીક યોગર્ટ

ગ્રીક યોગર્ટ (Greek yogurt) એક પ્રોટીનસભર હૅલ્ધી આહાર છે એવી માન્યતા છે પરંતુ, ફિટનેસ કોચના જણાવ્યા અનુસાર, ફુલ ફેટ યોગર્ટ એટલું ફાયદાકારક નથી હોતું જેટલું લોકો એને સમજે છે! તેઓના મતે, 100 ગ્રામ ફુલ ફેટ ગ્રીક યોગર્ટમાં કેવળ 10 ગ્રામ પ્રોટીન જ હોય છે, જ્યારે લૉ ફેટ યોગર્ટમાં આશરે 13 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. આથી જો તમે તમારા ડાયેટમાં પ્રોટીનની માત્રા વધારવા માગતા હો તો તમારે ગ્રીક યોગર્ટમાં થોડો પ્રોટીન પાવડર મિક્સ કરીને ખાવું જોઇએ. આમ કરવાથી કેલરી ઓછી થશે અને પ્રોટીન વધારે પ્રાપ્ત થશે.

5. પ્રોટીન બાર્સ અને પ્રોટીન સીરિયલ્સ

આજકાલ માર્કેટમાં હાઈ પ્રોટીન બાર(Protein bars), પ્રોટીન સ્નેક્સ અને પ્રોટીન સીરિયલ (Protein Cereals)નું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. પરંતુ ફિટનેસ કોચના મતે, એમાં પ્રોટીનથી વધારે તો ખાંડ અને પ્રોસેસ્ડ વસ્તુઓ વધારે હોય છે! તેઓ કહે છે કે, ફક્ત પેકેટ પર પ્રોટીન લખેલું હોય એનો અર્થ એ કદાપિ નથી કે એ હૅલ્ધી છે! મોટા ભાગના પ્રોટીન બાર્સ અથવા તો પ્રોટીન શેક ગળ્યાં અને પ્રોસેસ્ડ (Processed Food) હોય છે. જો કોઈ પણ પેકિંગ વાળી ચીજવસ્તુ ખરીદો તો એના બારકોડ અને લેબલને ખરીદતા પહેલા અવશ્ય વાંચવા જોઇએ.

હાઈ પ્રોટીન ફૂડ, હૅલ્ધી

સમજદારીથી કરો પ્રોટીનની પસંદગી

ફિટનેસ કોચ જણાવે છે કે, વધુપડતું પ્રોટીન લેવું હંમેશાં જરુરી હોતું નથી, પણ એનું ધ્યાન રાખવું આવશ્યક છે કે, તમે એને કયા સ્ત્રોત દ્વારા અને કેટલી માત્રામાં લઇ રહ્યાં છો! ઘણી વાર, લોકો વગર વિચાર્યે ‘હાઈ પ્રોટીન ફૂડ્સ’ ખાતા રહેતા હોય છે જે સ્વાસ્થ્ય પર અવળી અસર કરે છે! આથી હવે જ્યારે પણ કોઇ પ્રોટીન સ્નેક કે હૅલ્ધી સ્પ્રેડ ખરીદો ત્યારે એનું લેબલ અવશ્ય વાંચવું, એમાં જણાવેલી કેલરીને ધ્યાનથી તપાસવી અને પછી સ્માર્ટ રીતે પસંદગી કરવી જેથી એ તમારી ફિટનેસ જર્ની (Fitness Journey)માં સહાયક બની શકે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!