Pakistan News/ પાકિસ્તાને લડાકુ વિમાનોનો દ્વારા પોતાના જ નાગરિકો પર ફેંક્યા બોમ્બ

પાકિસ્તાની વાયુસેનાએ તિરાહ ખીણના માટ્રે દારા ગામ પર બોમ્બમારો કર્યો, જેમાં ઓછામાં ઓછા 30 પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા.

World Trending
Air strike in Pakistan, 30 people killed,

પાડોશી દેશ પાકિસ્તાનથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની વાયુસેનાએ પોતાના જ નાગરિકો પર બોમ્બ વરસાવ્યા છે. અહેવાલ છે કે પાકિસ્તાની વાયુસેનાએ સવારે 2 વાગ્યાની આસપાસ આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં બધા પાકિસ્તાની નાગરિકો હતા. બોમ્બ ધડાકામાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

રાત્રે 2 વાગ્યે કર્યો હવાઈ હુમલો
અહેવાલો અનુસાર રવિવારે મોડી રાત્રે, પાકિસ્તાનના લડાકુ વિમાનોએ તિરાહ ખીણના માત્રે દારા ગામ પર આઠ LS-6 બોમ્બ ફેંક્યા, જેના કારણે ભારે વિનાશ થયો હતો. આ ઘટના પછીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકો સહિત અનેક મૃતદેહો જોવા મળી રહ્યા છે. બચાવ ટીમો કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢવાનું કામ કરી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃત્યુઆંક વધી શકે છે. જોકે, પાકિસ્તાની અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

તેમજ બોમ્બ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. કાટમાળમાંથી અન્ય લોકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું ભારત પર હજુ વધારે પ્રતિબંધો લાદશે ટ્રમ્પ? તેને કહ્યું હા, હું તૈયાર છું

 આ પણ વાંચો:ભારતીયો ટ્રમ્પના વધુ એક નિર્ણયથી મુશ્કેલીમાં, ટેક્સ ભરવા છતાં ડિપોર્ટેશનનો ખતરો

 આ પણ વાંચો:ટ્રમ્પનો સ્વર બદલાયો,’મોદી અને હું હંમેશા મિત્રો રહીશું’, PM મોદીએ કરી પોસ્ટ