Entertainment News/ બિગ બોસ 19 ની રનર-અપ ફરહાના ભટ્ટ મુસીબતમાં, એક્સ-એમ્પ્લોયીએ કહ્યું- “તેણે મને પૈસા નથી આપ્યા અને શો ફિક્સ હતો

Bigg Boss 19′ ની રનર-અપ ફરહાના ભટ્ટના એક પૂર્વ કર્મચારીએ સનસનીખેજ ખુલાસા કર્યા છે. કર્મચારીનો આરોપ છે કે ફરહાનાએ તેનો પગાર ચૂકવ્યો નથી.

Trending Entertainment
Bigg Boss

Bigg Boss Scandal: સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 19’ (Bigg Boss) ભલે પૂરો થઈ ગયો હોય, પરંતુ તેના વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. શોની રનર-અપ રહેલી ફરહાના ભટ્ટ (Farhana Bhatt) અત્યારે મુસીબતમાં મુકાઈ ગઈ છે.

તેના જ એક પૂર્વ કર્મચારીએ સોશિયલ મીડિયા પર એવા પુરાવા રજૂ કર્યા છે, જેનાથી શોના મેકર્સ અને ફરહાના વચ્ચેના સંબંધો પર ગંભીર સવાલો ઉભા થયા છે. આરોપ છે કે ફરહાનાને ફાઈનલ સુધી પહોંચાડવા માટે અંદરખાને ‘સેટિંગ’ કરવામાં આવ્યું હતું.

Bigg Boss શો પર  શું છે મુખ્ય આરોપ?

ફરહાનાના પૂર્વ સોશિયલ મીડિયા મેનેજર અને પીઆર એસોસિયેટ યશ (Yash) એ અભિનેત્રીનો પર્દાફાશ કર્યો છે.

પગાર ન ચૂકવવો: યશનો પહેલો આરોપ છે કે ફરહાના અને તેની ટીમે તેની મહેનતનો પગાર ચૂકવ્યો નથી.

મેકર્સ સાથે સંબંધ: સૌથી ગંભીર આરોપ એ છે કે ફરહાનાના મિત્રો ‘બિગ બોસ’ની ક્રિએટિવ ટીમમાં હતા, જેમણે તેને રનર-અપ બનવામાં મદદ કરી હતી.

Bigg Boss

કોણ છે તે ‘મિત્રો’?

યશ દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટ્સ અને દાવા મુજબ:

ભાસ્કર ભટ્ટ: એન્ડેમોલ શાઈન ઈન્ડિયા (શોના નિર્માતાઓ) ના ભૂતપૂર્વ સિનિયર ક્રિએટિવ ડિરેક્ટર ભાસ્કર ભટ્ટ ફરહાનાના અંગત મિત્ર છે.

આદિલ સઈદ: યશના દાવા મુજબ, આદિલ સઈદ ફરહાનાની પીઆર ટીમ ‘યંગ ફિલ્મિસ્તાન’નો માલિક છે. ચોંકાવનારી વાત એ છે કે આદિલ પણ બિગ બોસ (Bigg Boss) ની ક્રિએટિવ ટીમમાં કામ કરતો હતો અને સેટ પર ચહેરો છુપાવવા માસ્ક પહેરીને ફરતો હતો.

big boss

બસીર અલીને હરાવવાનું ષડયંત્ર?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપ અને ચેટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફરહાનાની ટીમે જાણીજોઈને અન્ય મજબૂત સ્પર્ધક બસીર અલી (Basir Ali) ની ઈમેજ ખરાબ કરી હતી. તેને શોમાંથી બહાર કાઢવા અને ફરહાનાને જીતાડવા માટે સોશિયલ મીડિયા પર એક નેરેટિવ સેટ કરવામાં આવ્યો હતો.

ફરહાનાની ટીમનો બચાવ: “અમને દગો મળ્યો છે”

આ આરોપો સામે ફરહાનાની ટીમ ‘યંગ ફિલ્મિસ્તાન’એ પણ નિવેદન જાહેર કર્યું છે.

તેમનું કહેવું: “યશ પહેલા એક સામાન્ય ફેન (ચાહક) હતો. અમે તેના પર વિશ્વાસ મૂકીને તેને મુંબઈ બોલાવ્યો અને કામ આપ્યું. અમે તેને સપોર્ટ કર્યો, પણ બદલામાં તેણે અમને દગો આપ્યો છે.”

Bigg Bossના  આ સમગ્ર મામલે હજુ સુધી ફરહાના ભટ્ટ (Farahna Bhatt)નું કોઈ વ્યક્તિગત નિવેદન આવ્યું નથી. પરંતુ યશ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓએ ચાહકોના મનમાં શંકા જગાડી દીધી છે કે શું ખરેખર રિયાલિટી શોના પરિણામો પહેલેથી જ નક્કી હોય છે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવી છોકરીઓને સુગર ડેડીની જરૂર છે…” ગોવિંદાના અફેરની ચર્ચા પર ભડકી પત્ની સુનિતા, કહ્યું- 63 વર્ષે તમને આ શોભતું નથી!

આ પણ વાંચો: મને ફસાવવા માટે ગેમ રમાઈ રહી છે…” પત્ની સુનિતા સાથેના વિવાદ પર આખરે ગોવિંદાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: મારા પતિને આમાં ન ઘસડો…” બ્રેક લેવાની જાહેરાત બાદ નેહા કક્કરનો યુ-ટર્ન! છૂટાછેડાની અફવા પર તોડ્યું મૌન