Ahmedabad News : ED દ્નારા અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાંઆવ્યું હતું.EDએ સાયબર ફ્રોડ કેસમાં અમદાવાદમાં તપાસ હાથ ધરી હતી. અમદાવાદ,જયપુર,જબલપુર,પુણેમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં કન્સલ્ટન્ટ કંપનીના નામે છેતરપિંડી કરવામાં આવતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
તપાસમાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરાતી હોવાનું જણાયું હતું. જેમાં સંજય મોરે,અજીત સોનીની જયપુરથી ધરપકડ કરવામાંઆવી હતી. તેમની પાસેથી .7 કિલો સોનું,62 કિલો ચાંદી,1.18 કરોડની રોકડ જપ્ત કરવામાંઆવી હતી. તે સિવાય . 9.2 કરોડની મિલકતને પણ જપ્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું
આ પણ વાંચો: સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો, ઝીંગા તળાવ દૂર કરવા મેયરે કલેક્ટરને લખ્યો પત્ર
