Gandhinagar News : વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉગ્ર દેખાયા હતા. તેને વિપક્ષ અને રાજ્યમાં બનતી ક્રાઈમની ઘટનાઓ પર લાલઘૂમ થયા હતા. કોંગ્રેસના આક્ષેપો સામે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે, નકલી કચેરીઓ અને અમરેલી લેટરકાંડ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, ગુજરાત પોલીસ કોઈપણ ચમરબંધીને છોડવા માંગતી નથી, પાટીદાર સમાજને કોંગ્રેસ રાજકીય હાથો બનાવતી હોવાનો આક્ષેપ કર્યો છે. અમરેલી લેટર કાંડમાં બેજવાબદાર પોલીસ સામે પણ પગલાં લેવાશે, કોંગ્રેસને વરઘોડા શબ્દ થી દુઃખ નથી.
હર્ષ સંઘવીએ ગૃહમાં વર્ષ 2022ના NCRPના આંકડાઓ જાહેર કર્યા છે. ગંભીર ગુન્હાઓમાં ગુજરાત 31 માં ક્રમે હોવાનો દાવો કર્યો છે. મહિલા અત્યાચાર અને આર્થિક ગુન્હાઓ માં ગુજરાત 33 ક્રમે છે. ગુજરાત પોલીસ કોઈપણ ચમરબંધી ને છોડવા માંગતી નથી. કૌશિક વેકરીયા સામે ષડયંત્ર ઘડવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. લેટર કાંડ ના દોષિતોને સજા કરવામાં આવી છે. ‘અસામાજીક તત્વોના ઘર બચાવવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે.’ ગુન્હેગારોને રોકવા ગુજરાત પોલીસ કડક કામ કરે છે, ગુન્હેગારો સામે કડક પગલા ભરવામાં આવશે, પણ જે યાદી બની છે તેનાથી દુઃખી છે. હર્ષ સંઘવી ઉમેર્યું હતું.
કોંગ્રેસના નેતા ઉપર હર્ષ સંઘવીનો ટિપ્પણી કરી, કચ્છ હની ટ્રેપ કરનાર અને સુરત RTI મુદ્દાનો ગૃહમાં ઉલ્લેખ કર્યો છે. ડ્રગ મુદ્દે પણ હર્ષ સંઘવી એ કર્યું ખાસ નિવેદન આપ્યું છે. મહિલાઓને ન્યાય આપવા 300 થી વધુ ને આજીવન કેદ અપવાઈ છે, લવ જેહાદ કેસમાં પણ પોલીસ ગંભીરતાથી કામ કરે છે, લવજેહાદમાં રાજ્યની પોલીસે મહત્વની કામગીરી કરી છે, તેને કહ્યું કે, લવજેહાદમાં હજુ કડકાઈથી કામગીરી ચાલશે. દાદાનું બુલડોઝર ચાલશે પણ નિર્દોષને અન્યાય નહી થવા દઈએ, વ્યાજના દૂષણ સામે પણ પોલીસ કડકાઈથી કામ કરશે.
હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસ કાર્યવાહી ના કરે તો ખાસ ટોલ ફ્રી નંબર જાહેર થશે. ટોલ ફ્રી નંબર ઉપરની જાણકારી મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને સીધી મળશે. નાગરિકો મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીનું ફોનથી ધ્યાન દોરી શકાશે. લોકલ પોલીસ સ્ટેશન કાર્યવાહી નહિ કરે, તો પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. હર્ષ સંધવીએ ઉમેર્યું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે