Ahmedabad News/ પ્રહલાદનગરનો વેપારી હનીટ્રેપમાં ફસાયો, યુવતીએ વેપારીને આપઘાત અને પોલીસ કેસ આપી ધમકીઓ, બળજબરીથી કુલ 73 લાખ પડાવ્યા

અમદાવાદ પ્રહલાદનગરના એક વેપારી સાથે મુંબઈની એક યુવતીએ પોલીસ કેસની ધમકીઓ અને બળજબરીથી લાખો પડાવ્યા, કુલ 73 લાખ રૂપિયા પડાવ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Yogesh Work 2025 03 19T182824.906 પ્રહલાદનગરનો વેપારી હનીટ્રેપમાં ફસાયો, યુવતીએ વેપારીને આપઘાત અને પોલીસ કેસ આપી ધમકીઓ, બળજબરીથી કુલ 73 લાખ પડાવ્યા

Ahmedabad News : અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો છે. મુંબઈમાં એક બારમાં મળેલી યુવતીએ વેપારી સાથે મિત્રતા કેળવી હતી અને સલૂનના ધંધામાં મદદ કરવાના બહાને તેમની પાસેથી 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ યુવતીએ વેપારીને આપઘાત અને પોલીસ કેસની ધમકીઓ આપીને બળજબરીથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, યુવતીએ વેપારી પર લગ્ન કરવાનું દબાણ પણ કર્યું હતું અને તેમની મરજી વિરુદ્ધ મંદિરમાં ફૂલહાર પણ કર્યા હતા.

યુવતીએ વેપારીને વિડીયો મોકલીને બ્લેકમેલ કરીને કુલ 73 લાખ રૂપિયા પડાવ્યા હતા. અંતે સમાધાનના નામે મળવા બોલાવીને મોટી રકમની માંગણી કરી હતી. આખરે, કંટાળીને વેપારીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યોતિ લાંબા નામની યુવતી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અગાઉ નરોડામાં ફ્રૂટના વેપારી સાથે બનેલી હનીટ્રેપની ઘટનાએ શહેરને ચોંકાવી દીધું હતુ. આ ઘટનામાં એક યુવતીએ વેપારીનો સંપર્ક સાધીને નોકરીની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીએ વેપારીને મળવા માટે બોલાવ્યા હતા અને શહેરના વિવિધ સ્થળોએ તેમની સાથે ફરી હતી. અચાનક જ અડાલજ નજીક ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના નામે 4 અજાણ્યા શખ્સોએ વેપારીનું અપહરણ કર્યું હતું.

વધુમા, અપહરણકર્તાઓએ વેપારીને કડીના એક ખેતરમાં લઈ જઈને તેમના કપડાં કઢાવી નાખ્યા હતા અને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. વેપારીએ પૈસા આપવાનો ઈન્કાર કરતાં અપહરણકર્તાઓએ તેમને માર માર્યો હતો અને તેમની પાસેથી રોકડા 12 હજાર રૂપિયા, 600 દિરહામ, એક ઘડિયાળ અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ અપહરણકર્તાઓ ફરાર થઈ ગયા હતા. પીડિત વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે