Ahmedabad News/ અમદાવાદમાં કાચની મસ્જિદ વક્ફ ટ્રસ્ટ કેસમાં આરોપીને ત્યાં EDની રેડ, 10 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન

અમદાવાદમાં ED દ્વારા 10 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad news  અમદાવાદમાં ED દ્વારા 10 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જમાલપુર કાચની મસ્જિદ વક્ફ ટ્રસ્ટ કેસમાં EDએ 10 જગ્યાઓ પર રેડ પાડી હતી. શાહઆલમ નવાબ બિલ્ડર્સના માલિક શરીફ ખાનના ઘરે પણ EDએ રેડ પાડી છે. તો તેમના ખેડામાં આવેલા ફાર્મ હાઉસમાં પણ રેડ પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાંચની મસ્જિદ વક્ફ ટ્રસ્ટના મુખ્ય આરોપી સલીમ જુમ્મા પઠાણના ઘર સહિત 10 જગ્યાએ દરોડા પાડવામા આવ્યા છે. તો AMCના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના કાકા નવાબખાનના દીકરા શરીફખાનના ઘર પર EDએ રેડ પાડી છે.

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે અમદાવાદના જમાલપુરમાં આવેલા સૌદાગર બિલ્ડર્સ કન્સ્ટ્રક્શનના માલિક સલીમ જુમ્માખાન પઠાણને ત્યા ઈડીએ દરોડા પાડ્યા હતા. તેમજ આરોપીની જમાલપુર કાચની મસ્જિદ સહિત તેના ખેડાના ફાર્મ હાઉસમાં પણ ઈડીએ દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. સલીમ જુમ્માખાન પઠણે વક્ફની જમીન પર amc દ્વારા ભાડે આપેલી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યુ હતું. તેમજ કરોડો રુપિયાની મિલ્કત હડપ કરી લીધી હોવાનું જણાવ્યું હતું.

જમાલપુર વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યા પર કેટલાક શખ્સો દ્વારા દુકાનો બનાવી દેવામાં આવી હતી. આ જમીન વક્ફ બોર્ડની હોવાનો ખુલાસો થતા જ આ વિવાદ હાઈકોર્ટે પહોંચ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી

આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો

આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો