Gujarat Weather News: રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં પાકિસ્તાન પર બનેલું સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે ગુજરાતના મિડ લેવલ ઉપર 700 HPA લેવલે ખૂબ અસ્થિરતા જોવા મળી રહી છે અને આ અસ્થિરતાના કારણે હજુ આવનારા ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં અનેક જગ્યાએ ભારે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, તેમ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.
આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ગાંધીનગર, અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં આજે 10 જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સોમવાર સાંજથી ગાજવીજ સાથે કરા વરસવાની આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠા સહિત ઘણા જિલ્લાઓમાં આજે પરિસ્થિતિ વધુ વણસી શકે છે. સોમવારે ભારે પવન અને વરસાદને કારણે રાજ્યમાં કુલ 8 લોકોના મોત થયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી સાંજથી વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના 8 માંથી 6 તાલુકાઓમાં 3 થી 21 મીમી સુધીનો કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં વિજયનગરમાં 03 મીમી, વડાલીમાં 12 મીમી, ઇડરમાં 04 મીમી, હિંમતનગરમાં 19 મીમી, પ્રાંતિજમાં 21 મીમી અને તલોદમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. સાંજે અને રાત્રે ઘણા શહેરોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. પવનને કારણે અનાજની ભારે અછત સર્જાઈ હતી. ઘણી જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ પડી ગયા. જેમાં વડોદરામાં ત્રણ, અરવલ્લીમાં બે અને અમદાવાદમાં એક વ્યક્તિના મોત થયા હતા, કુલ 6 લોકોના મોત થયા હતા.
જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, નવસારી અને વલસાડ સહિત ઘણા જિલ્લાઓમાં કેરીનો પાક તૈયાર છે. ભારે પવન અને કરા પડવાથી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતો ચિંતિત છે કે કેરી ઉપરાંત ડાંગર સહિત અન્ય પાકોને પણ નુકસાન થઈ શકે છે. અમદાવાદ ગ્રામ્ય વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો.
ધોળકા બાવળા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બરફ ના કરા સાથે કમોસમી વરસાદ કાળા ડિબાંગો વાદળો અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયો ઠંડક પ્રસરી ગઇ ભારે પવનને કારણે હોટલોને છાપરા અને લગ્નના મંડપ પણ ઊડ્યા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો:દાહોદમાં વિનાશક વાવાઝોડાથી તારાજી સર્જાઈ, ઝાડ પડતા યુવતીનું મોત
આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો, અનેક વૃક્ષો ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લી જિલ્લામાં વીજળી પડતા બેના મોત
