Surat News/ ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી

ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ મહિલાએ કર્યો હતો. ઉપરાંત ડ્રાઇવરે પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં દિનપ્રતિદિન મહિલાઓ અને બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આવામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સુરતમાં જોવા મળી છે.જેમાં ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ મહિલાએ કર્યો હતો. પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચાર્યું હતું.

મળતી માહિતી અનુસાર,ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર પર બળાત્કારનો આરોપ લગાવવમાં આવ્યો છે. લાઠીથી સુરત આવતી બસમાં ડ્રાઈવરે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, 15 સપ્ટેમ્બરના રોજ મહિલા સુરતથી તેની બહેનના ઘરે લાઠી જવા નીકળી હતી. મહિલા મારુતિ નંદન બસના સ્લીપર કોચમાં લાઠીથી મુસાફરી કરી રહી હતી.

ત્યારે સુરત આવતી બસના ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં ડ્રાઈવરે મહિલાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ સિવાય બસ ચાલક વારંવાર ફોન કરીને મિત્રતા માટે પૂછતો હતો. ડ્રાઇવરે 16મીએ સાંજે સુરત પરત ફરવા માટે ટ્રાવેલ્સની ટિકિટ બુક કરાવી હતી. ત્યારબાદ સુરત પહોંચી પરિણીતાએ સમગ્ર ઘટના તેના પતિને જણાવી હતી. જેમાં પરિવારજનોએ કાપોદ્રા પોલીસ મથકે કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે તે નંબરની શોધ શરૂ કરી છે જેમાંથી મિત્રતાનો કોલ આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નિર્ભયાકાંડ ના આરોપીઓ બાદ, સુરત દુષ્કર્મના આરોપીને અપાશે ફાંસી, જાણો કયારે અને કયા..?

આ પણ વાંચો:સુરતમા પાંચ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:સુરતમાં પરિવાર સાથે મિલન તથા વિધિ ના બહાને ત્યકતા જોડે દુષ્કર્મ