Surat News/ સુરતમા પાંચ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

બાળકીના સગા કાકાએ જ આચર્યું દુષ્કર્મ

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને પગલે ચકચાર મચી છે. આ ઘટનામાં આરોપી બીજો કોઈ નહી પણ બાળકીના સગા કાકા હોવાનું બહાર આવ્યું છે. બાળકીના સગા કાકએ જ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની વિગત મુજબ બાળકી બહાર રમવા માટે ગઈ હતી. બાદમાં બાળકી રમતા રમતા ચીસ પાડીને દોડી આવી હતી. જોકે આ ઘટના બાદ આરોપી નાસી છુંટ્યો હતો. આ બાળકી શ્રમિક પરિવારની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

શ્રમિક પરિવાર રોજગારી માટે ઉત્તરપ્રદેશથી આવ્યો હતો. કાપોદ્રા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો. બાદમાં પોલીસે તપાસ હાથ ધરીને બાળકીના આરોપી કાકાની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે શ્રમજીવી પરિવાર કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવક પત્ની અને એક પાંચ વર્ષની બાળકી અને મોટાભાઈ સાથે રહે છે. મોટાભાઈના પંદર વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને તેને એક દીકરી છે. જેના લગ્ન થઈ ગયા છે અને તેને ત્યાં પણ સંતાન છે. થોડા દિવસ પહેલા આ બાળકીની માતા વતન ગઈ હતી.

ગત 16 સપ્ટેમ્બરના રોજ બાળકીની માતા વતનથી પરત ફરી હતી. દરમિયાન બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પરિવાર દ્વારા બાળકીની પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, દાદાએ ખરાબ કર્યું પછી દુખાવો થાય છે. માતા આ વાત સાંભળીને ચોંકી ગઈ હતી.
આ બાબતે બાળકીના પિતા દ્વારા મોટાભાઈને પૂછતા તેણે સ્વીકાર કરી લીધો હતો અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. આ મામલે બાળકીના પિતા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના મોટાભાઈ વિરુદ્ધ દીકરી પર દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા.

કાપોદ્રા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને શોધી કાઢવાની દિશામાં વધુ તપાસ કરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ઉધના રેલવે સ્ટેશન પર છે. જેથી કાપોદ્રા પોલીસની ટીમ ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી. 65 વર્ષીય આરોપી ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા કાપોદ્રા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછમાં મળતી માહિતી પ્રમાણે, 65 વર્ષીય વૃદ્ધને આ 5 વર્ષની બાળકી દાદા કહીને બોલાવતી હતી. એક વર્ષ પહેલા પણ આરોપીએ બાળકી સાથે અડપલા કર્યા હતા. ત્યારે પણ જાણ થઈ ગઈ હતી અને પરિવારના સભ્યો હોવાથી વાતને આગળ વધારી ન હતી. દરમિયાન 13 સપ્ટેમ્બરના રોજ બાળકી એકલી મળતા હવસનો શિકાર બનાવી હતી.આ સાથે જ પોલીસ દ્વારા પણ આરોપી ટ્રેનમાં બેસીને ભાગે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીની આત્મહત્યાથી ચકચાર

આ પણ વાંચો:કોર્પોરેટ નોકરીનું સત્ય! 26 વર્ષની યુવતીની હત્યા, અંતિમ સંસ્કારમાંથી આખી ઓફિસ ગાયબ

આ પણ વાંચો:વડોદરામાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર ગેંગરેપ ગુજારી હત્યા કરી