Not Set/ ભાજપના સંસદના વિવાદિત નિવેદનનો મામલો, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર:મનીષ દોશી

પંચમહાલ, પંચમહાલના  સાંસદ પ્રભાતસિંહએ દારૂને લઈને  વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપના સાસંદના નિવેદન બાદ કોંગ્રેસ  પક્ષ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. ટીકા  કરતા પ્રવકતા મનીષ દોશીએ  જણાવ્યું  કે ભાજપના સાસંદે  જ ભાજપની વાસ્તવિકતા  બહાર મૂકી છે. તેમણે જણાવ્યું કે  ગામથી લઇ ગાંધીનગર  સુધી અને  શહેરથી સચિવાલય સુધી સરકારના  ભ્રષ્ટાચારના  તારો જોડાયેલા  છે. ભાજપ પક્ષ  […]

Gujarat Trending

પંચમહાલ,

પંચમહાલના  સાંસદ પ્રભાતસિંહએ દારૂને લઈને  વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપના સાસંદના નિવેદન બાદ કોંગ્રેસ  પક્ષ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે.

ટીકા  કરતા પ્રવકતા મનીષ દોશીએ  જણાવ્યું  કે ભાજપના સાસંદે  જ ભાજપની વાસ્તવિકતા  બહાર મૂકી છે. તેમણે જણાવ્યું કે  ગામથી લઇ ગાંધીનગર  સુધી અને  શહેરથી સચિવાલય સુધી સરકારના  ભ્રષ્ટાચારના  તારો જોડાયેલા  છે.

ભાજપ પક્ષ  દ્વારા  આવા નિવેદન સામે આવ્યા  બાદ  ચૂંટણી પંચ યોગ્ય નિર્ણય લે તેવી માંગ પણ  કરી છે. ઉલ્લેખનીય  છે  કે  ભાજપના  સાસંદ  પ્રભાતસિંહે  ચૂંટણી જીતવા માટે  દારૂ જરૂરી છે  તેવું નિવેદન આપ્યા બાદ  રાજકીય માહોલ ગરમાયો છે.