Surat News : સુરતમાં વિધીને બહાને એક ત્યક્તા સાથે એક મહારાજ સહિત 2 જણા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. તે સિવાય આરોપીએ મહિલાનો વીડિયો બનાવીને સોશિયલ મિડીયા પર વાયરલ કર્યો હતો. આ બનાવની વિગત મુજબ સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાના પાંચ મહિના અગાઉ છુટાછેડા થયા હતા.
બીજીતરફ મોહિત કોળી નામના મહારાજે 21 વર્ષની આ ત્યક્તાને તેના પતિ અને બાળકો સાથે પુન : મિલન કરાવી આપવાની લાલચ આપી હતી. બાદમાં મહારાજે પતિ અને બાળકો સાથે ફરીથી મેળાપ કરી આપવા માટે કેટલીક વિધી કરવી પડશે, એમ કહ્યું હતું. ત્યારબાદ મહિલાના નણદોઈ અને મહારાજ મોહિત કોળીએ વિધી કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ મહારાજે તારા પતિ સાથે ઘર સંસાર ફરીથી કરાવી આપીશ કહીને તેને નિર્વસ્ત્ર કરી હતી. ત્યકતાએ જ્યારે મહારાજનો પ્રતિકાર કર્યો ત્યારે હવસખોર મહારાજે તેને દંડા વડે ફટકારી હતી. આમ નણદોઈ અને તેના સાગરીત મહારાજે વારાફરથી મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
એટલું જ નહી મહિલાનો વીડિયો તૈયાર કરીને આ વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ પણ કરી દીધો હતો. જેને પગલે અંતે મહિલાએ નણદોઈ અને મહારાજ મોહિત કોળી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ
આ પણ વાંચો: ગાયબ થયેલો વરસાદ 22 ઓગસ્ટ પછી બમણા જોરથી ત્રાટકશેઃ અંબાલાલ
આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી ઠંડીની આગાહી, ગુજરાતમાં ઠંડી જોર પકડશે તેમજ માવઠાની શક્યતા