વારાણસી,
વારાણસીના ચૂંટણી જંગમાં પીએમ મોદી સામે મેદાનમાં ઉતરેલા બીએસએફના પૂર્વ જવાન તેજબહાદુરનો તેજોવદ્ધ થઈ ગયો છે.વારાણસથી પીએમ મોદીની સામે લોકસભાના ચૂંટણી જંગમાં ઉતરેલા સપા અને બસપાના ઉમદેવાર તેમજ બીએસએફના પૂર્વ જવાન તેજબહાદુરની ઉમેદવારી રદ કરાઈ છે.
બે વર્ષ પહેલાં તેજ બહાદુર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તેઓ જવાનોને મળતા ભોજનની અંગે ફરિયાદ કરતા જોવા મળ્યા હતા.
આ વીડિયો વાઇરલ થયા પછી બીએસએફની નોકરીમાંથી હાંકી કઢાયેલા તેજ બહાદુરે બે ઉમેદવારીપત્રોમાં પોતાને નોકરીમાંથી છુટા કરવા અંગે અલગ અલગ કારણ આપ્યા હતા. જેના પગલે જિલ્લા ચૂંટણી અધિકારીએ તેજ બહાદુરને 24 કલાકમાં બીએસએફ પાસેથી એનઓસી મેળવીને રજૂ કરવા જણાવ્યુ હતુ.
ચૂંટણી અધિકારીએ તેજબહાદુરને નિર્દેશ આપ્યો હતો કે, તે તેમને નોકરી પરથી કયા કારણસર તેમને છુટા કરાયા તેનો ઉલ્લેખ કરતું NOC લાવે.
આ પહેલા તેજબહાદુરે એક ઉમેદવારીપત્રમાં ભ્રષ્ટાચાર કે ગેરરીતિના કારણે નોકરી પરથી છુટા કરાયા છે કે તેમ તેની જાણકારી આપવાના કોલમમાં હા લખ્યુ હતુ અને બીજા ઉમેદવારીપત્રમાં તેનો જવાબ નામાં આપ્યો હતો.
હવે સપા અને બસપા શાલિની યાદવને જ પોતાના ઉમેદવાર તરીકે ચાલુ રાખી શકે છે. કારણકે હજી તેમનુ ફોર્મ પાછુ ખેંચાયુ નથી.
