Cold weather/ અંબાલાલ પટેલે કરી ઠંડીની આગાહી, ગુજરાતમાં ઠંડી જોર પકડશે તેમજ માવઠાની શક્યતા

રાજ્યમાં હવે કડકડતી ઠંડી પડી રહી છે. આ સાથે જ હવામાન વિભાગે પણ ત્રણ દિવસ હાડ થીજતી ઠંડીની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ આવતીકાલથી રાજ્યમાં પવનના સુસવાટા…

Top Stories Gujarat
Ambalal Patel Forecast

Ambalal Patel Forecast: રાજ્યમાં હવે કડકડતી ઠંડી પડી રહી છે. આ સાથે જ હવામાન વિભાગે પણ ત્રણ દિવસ હાડ થીજતી ઠંડીની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ આવતીકાલથી રાજ્યમાં પવનના સુસવાટા સાથે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતા પવનો ફૂંકાશે જેને લીધે ઠંડીનો પ્રકોપ વધશે. 3 દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન વધી શકે તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહીની જો વાત કરવામાં આવે તો 25થી 27 તારીખ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. જેમ જેમ જાન્યુઆરી મહિનો આગળ વધશે તેમ તેમ ઠંડી તેનું જોર વધારશે. આ ઉપરાંત માવઠા પણ ઠંડીની લપેટમાં આવવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠું પડે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: Pathan Controversy/ પઠાણ વિવાદ યથાવત! સુરતના રાંદેર વિસ્તારમાં પઠાણ ફિલ્મના પોસ્ટર ફાડી નાંખ્યા,પોલીસ એલર્ટ

આ પણ વાંચો: અવસાન/ CM ભૂપેન્દ્ર પટેલના નજીકના સંબધીનું અવસાન, ગાંધીનગરમાં 23 અને 24 જાન્યુઆરીએ જનતા અને ધારાસભ્યોને મળી શકશે નહીં

આ પણ વાંચો: 21 Island Name/ PM નરેન્દ્ર મોદીએ પરમવીરોના નામ પર 21 ટાપુઓના નામ જાહેર કર્યા,આવનારી પેઢીઓ આ દિવસ યાદ રાખશે