Not Set/ લ્યો બોલો હવે, ભરુચમાં કોરોનાએ મારી રિ-એન્ટ્રી, 18 વર્ષિય યુવાનનો રિપોર્ટ પોઝિટીવ

કોરોનાએ તો ભારે કરી  હો – ભરુચવાસીઓ અત્યારે આ ઉદ્દગાર ઉચ્ચારતા જોવામાં આવી રહ્યા છે. જી હા, આ કાળમુખા કોરોનાનો કોઇ ભરોસો બીલકુલ કરવા જેવો નથી. આપને લાગે કે, હાસ ગયો હો, ત્યાં તો પાછલા બારણે ક્યારે પેસી આવે તેની જાણ પણ ન થાય. આવુ આ કોરોના અનેક શહેર અને વિસ્તારો સાથે પણ કરી ચૂક્યો […]

Gujarat Others
a736e908b003000b8045582a3b9cf8f5 1 લ્યો બોલો હવે, ભરુચમાં કોરોનાએ મારી રિ-એન્ટ્રી, 18 વર્ષિય યુવાનનો રિપોર્ટ પોઝિટીવ

કોરોનાએ તો ભારે કરી  હો – ભરુચવાસીઓ અત્યારે આ ઉદ્દગાર ઉચ્ચારતા જોવામાં આવી રહ્યા છે. જી હા, આ કાળમુખા કોરોનાનો કોઇ ભરોસો બીલકુલ કરવા જેવો નથી. આપને લાગે કે, હાસ ગયો હો, ત્યાં તો પાછલા બારણે ક્યારે પેસી આવે તેની જાણ પણ ન થાય. આવુ આ કોરોના અનેક શહેર અને વિસ્તારો સાથે પણ કરી ચૂક્યો છે. દમણ – દાદારા નગર વિગેરે અનેક શહેર છે જ્યાં કોરોનાને માત આપી ભગાડી દેવામાં સફળતા મળી હોય, પરંતુ આ સફળતા છણભરની સાબિત થતા કોરોના રિ-એન્ટ્રી પણ મારી ચૂક્યો છે. 

જી હા, આવો જ ક્યાસ થયો છે ભરુચ સાથે પણ ભરુચવાસીઓ દ્વારા કોરોનાને 2 દિવસ પહેલા મહામહેનત અને સયંમ સાથે ભરુચમાંથી ભગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ 2 કોરોના મુક્ત રહ્યા બાદ ભરૂચમાં પુનઃ કોરોના પોઝિટિવ કેસ નીકળ્યો છે.  ભરૂચમાં ફરી એક વાર કોરોનાની રિ -એન્ટ્રી મારી દીઘી હોવાનું સામે આવી રહ્યું છે. ભરુચનાં જંબુસર તાલુકાનાં મદાફર ખાતેનાં 18 વર્ષીય યુવાન નો COVID-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી ફરી સમગ્ર પંથકમાં ફફડાય અને ઉચ્ચાટ જોવામાં આવી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, કોરોનાથી ડરવાની જરુર બીલકુલ નથી, પરંતુ કોરોનાની અવગણના કરી જેમ તેમ વર્તવાની પણ બીલકુલ જરુર નથી. સયંમ રાખો – સાવચેતી રાખો – બીનજરુરી બહેર ન નીકળો – ઘરમા રહો અને પોતે અને પોતાના પરિવારને સુરક્ષીત રાખો…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન