Not Set/ સરકારે કરી મોટી જાહેરાત – દુષ્કર્મીને ફાંસી અપાવીશુંં, ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલશેે, પરંતુ અપરાઘ રોકવા માટે શું કર્યું? ફરી કચ્છમાં બની દુષ્કર્મની ઘટના

દેશભરમાં દુષ્કર્મનું ભૂત હાલ ઘુણી જ રહ્યું છે. સંસદથી માંડીને શેરી સુધી એક માત્ર ચર્ચા છે અને તે છે દિકરીઓ સાથે વધતા જતા દુષ્કર્મનાં કિસ્સા અને મોટા મોટા લોકો સંસદ ભવનથી લઇને શેરીઓ સુધી કહેવાતી મોટી મોટી માગ કરતા આ મામલે જોવામાં આવી રહ્યા છે. નેતાઓ દ્વારા દુષ્કર્મ કરનારાને ફાંસી નહીં લોકો દ્વારા મોબલીંચીંગ જ […]

Top Stories Gujarat Others
rape 1 સરકારે કરી મોટી જાહેરાત - દુષ્કર્મીને ફાંસી અપાવીશુંં, ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલશેે, પરંતુ અપરાઘ રોકવા માટે શું કર્યું? ફરી કચ્છમાં બની દુષ્કર્મની ઘટના

દેશભરમાં દુષ્કર્મનું ભૂત હાલ ઘુણી જ રહ્યું છે. સંસદથી માંડીને શેરી સુધી એક માત્ર ચર્ચા છે અને તે છે દિકરીઓ સાથે વધતા જતા દુષ્કર્મનાં કિસ્સા અને મોટા મોટા લોકો સંસદ ભવનથી લઇને શેરીઓ સુધી કહેવાતી મોટી મોટી માગ કરતા આ મામલે જોવામાં આવી રહ્યા છે. નેતાઓ દ્વારા દુષ્કર્મ કરનારાને ફાંસી નહીં લોકો દ્વારા મોબલીંચીંગ જ બેસ્ટ સજા છે તેવુ કહેવામાં આવી રહ્યું છે. અને જ્યારે ગુજરાતમાં પણ એક સાથે ઉપરા છાપરી 3 દુર્ભાગ્ય પૂર્ણ ઘટના બની ગઇ છે. ગુજરાત સરકાર દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે અમે દુષ્કર્મ કરનારને ફાંસી મળે તેવી કોશિશ કરી શું અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીશું વિગેરે વિગેરે ત્યારે હાલ પ્રજા પ્રશાસનને પુછી રહી છે કે મોટા મોટા વચનો પછી આપજો અને પાળશો કે હંમેશની જેમ…તે પછીની વાત છે પરંતુ પહેલા તે કહો કે હવે આવા અપરાધ ન થાય તેના માટે તમે શું કર્યું??? અને જો કાઇ કર્યું હોય તો આજે ફરી કેમ દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો????

ગુજરાત રાજ્યમાં આજે ગુજરાત સરકાર, ગુજરાતનું ગૃહમંત્રાલય અને પોલીસ વિભાગ કશું બોલવા જેવું રહ્યું નથી, કારણે કે સરકારની તમામ મોટી મોટી જાહેરાતોનાં અંતે આજે ફરી એક દિકરીને નરાધમો દ્વારા પીંખી નાખવામાં આવી છે. દુષ્કર્મની ઘટનાઓથી સમાજ અને રાજ્ય ખળભળી ઉઠ્યું છે, સરકાર અને તંત્ર પર સીધા સવાલો ઉઠી રહ્યા છે કે ભાષણ અને જાહેરાતનાં મોડમાંથી હવે બહાર નીકડો અને કાયદો અને વ્યવસ્થાને પહેલા તો શોધી લાવો અને પછી સ્થાપો, નહીંતર પ્રજા જોઇ રહી છે અને હવે પ્રજાની યાદ શક્તિ પણ સારી છે.

જી હા આજે ફરી કચ્છનાં  ભચાઉ તાલુકાનાં ખોડાસરમાં દુષ્કર્મની ઘટના ઘટી છે. અને આ ઘટનામાં પણ ભોગ એક સગીરાનો જ લેવામાં આવ્યો છે. નરાધમ દ્વારા સગીરાને ગિફ્ટની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.  કચ્છનાં ભચાઉ તાલુકાનાં ખોડાસરમાં સગીરાને લાલચ આપીને પવન ચક્કી નજીક લઇ જઇને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. લાકડિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદનાં પગલે ભચાઉ રેન્જનાં ડીવાયએસપી પણ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા છે. હાલ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. ડીવાયએસપીની નજર હેઠળ પોલીસે તપાસ આદરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.