સંબોધન/ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડન આજે રાત્રે 11 વાગ્યે દેશને સંબોધશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન રશિયા-યુક્રેન સંઘર્ષ પર ભારતીય સમય અનુસાર આજે રાત્રે 1 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.

Top Stories World
20 4 અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડન આજે રાત્રે 11 વાગ્યે દેશને સંબોધશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન રશિયા-યુક્રેન સંઘર્ષ પર ભારતીય સમય અનુસાર આજે રાત્રે 11 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. રશિયાના રાષ્ટ્રપતિએ પુતિને આજે યુદ્વની જાહેરાત કરી યુક્રેન પર હુમલો કરી દીધો  છે જેમં યુક્રેનની સ્થિતિ અતિ નાજુક થઇ છે, હાલ યુક્રેનમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે,યુક્રેનમાં હાલ સ્થિતિ અતિ વિસ્ફોટક છે મિસાઇલ અને બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે,આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને અમેરિકા રાષ્ટ્રપતિ જો બિડેન આજે ફરી એકવાર રાત્રે 11 કલાકે દેશને સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ રાષ્ટ્રપતિ સંબોધન કર્યો હતોઅમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યુ કે, અમારા તરફથી રક્ષાત્મક પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. બે રશિયન નાણાકીય સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરતા બિડેને કહ્યુ કે રશિયા, પશ્ચિમી દેશોની સાથે વધુ વ્યાપાર કરી શકશે નહીં. અમારી પાસે અનેક પગલા છે, જે ભરવામાં આવશે.તેમણે કહ્યું કે, પશ્ચિમી દેશો પાસેથી મળનારી સહાયતા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. રશિયા તરફથી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યુક્રેનની સરહદ પર સૈનિકોનો જમાવડો છે