ગુજરાત હાઇકોર્ટના માસ્ક નહીં કરનારા લોકોને કોવિડ વિભાગમાં સેવા આપવાના નિર્દેશ પર અમલવારી કરવામાં મૂંઝવણ અનુભવી રહેલી રાજ્ય સરકારે આજે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. હાઇકોર્ટના આ નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. જોકે કેટલાક મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી નાખી હતી.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને આ મામલાની સુનાવણી આજે જ હાથ પર લેવામાં આવે તેવી વિનંતી કરી હતી. જેથી આજે સુનાવણી કરવામાં આવી હતી જેમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા એ દલીલ કરી હતી કે માસ્ક પહેરવું જોઈએ પણ તેના બદલે આ ઉપાય યોગ્ય નથી. માસ્ક ના પહેરવાથી થતું નુકસાન કોવિડ વિભાગમાં લોકોને મોકલવાથી ઓછું નહીં થઈ શકે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તમારી વાત સાચી છે કે આ નિર્દેશને લાગુ કરવો ખૂબ જ મુશ્કેલી ભર્યો છે, આ સિવાય ગુજરાત સરકારની કામગીરી પર સુપ્રીમ કોર્ટે પણ પ્રશ્નો ઉઠાવતાં ટકોર કરી હતી. તેમજ રાજ્ય સરકારને કાયદાની અમલવારી માટે ઢીલાશ ન દાખવવા માટે સૂચનો કર્યા હતા. આ ઉપરાંત કાયદો લાગુ કરવા માટે સરકારની નિર્ણયશક્તિની કમી હોવાનું પણ જણાવ્યું હતું
સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારના કોરોના અંગેના પ્રયાસો સામે આક્રમક જોવા મળી હતી.તેમજ સોલિસિટર જનરલને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ગુજરાતમાં માણસને પહેરવા માટે કેટલો દંડ છે, ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારને કોઈ કૉમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાનો આદેશ બહાર પાડવાની રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો જેની સામે ગુજરાત સરકારે આજરોજ સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેમજ કાયદાની અમલવારી કરવામાં મુશ્કેલી અંગે રાજ્ય સરકાર સાથે સહમતી દર્શાવતા હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી હતી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…