Pathan Controversy/ પઠાણ વિવાદ યથાવત! સુરતના રાંદેર વિસ્તારમાં પઠાણ ફિલ્મના પોસ્ટર ફાડી નાંખ્યા,પોલીસ એલર્ટ

દેશમાં પઠાણ ફિલ્મને રિલીઝ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે તે છંતા પણ ફિલ્મનો વિવાદ થમવાનો નામ નથી લઇ રહ્યો

Top Stories Gujarat
Pathan controversy
  • સુરત ના રાંદેર વિસ્તારમાં પઠાણ ફિલ્મ નો વિરોધ મામલો
  • ગતરોજ સિનેમા ગુહમાં ફિલ્મ ના પોસ્ટર ફાડવામાં આવ્યા હતા
  • પોસ્ટરો ફાડવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
  • પોલીસે સીસીટીવી ના આધારે 8 લોકો સામે રાયોટિગ નો ગુનો નોંધ્યો

Pathan controversy:    દેશમાં પઠાણ ફિલ્મને રિલીઝ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે તે છંતા પણ ફિલ્મનો વિવાદ થમવાનો નામ નથી લઇ રહ્યો. સુરતથી પઠાણ ફિલમના વિરોધ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના રાંદેર વિસ્તારમાં સિનેમામાં પઠાણ ફિલ્મનો પોસ્ટર ફાડવામાં આવ્યો હતો જે અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને આ પોલીસ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ અંગે સીસીટીવી કેમેરા ચેક કરીને જે શખ્સોએ પઠાણ ફિલ્મનો પોસ્ટર ફાડીયો હતો તેમની સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે  Pathan controversy પઠાણ ફિલમનો પોસ્ટર ફાડનાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને પાંચ લોકોની આ કેસમાં ધરપકડ કરી છે પઠાણ ફિલ્મને લઈને વિરોધ સામે આવ્યો છે. આ ફિલ્મના બેશરમ ગીતને લઈને સતત વિરોધ નોંધાવી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ પઠાણ ફિલ્મને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.

સુરતના (Pathan controversy) રાંદેર વિસ્તારમાં રૂપાલી સિનેમા ખાતે રિલીઝ થનારી પઠાણ ફિલ્મને લઈને બેનરો લગાવવામાં આવ્યા હતા. જેથી અહીં લોકોનું ટોળું ઘસી આવ્યું હતું અને અહીં લાગેલા બેનરો ફાડી નાખ્યા હતા.

દંપતીનું મોત/ઘરમાં તાપણું કરતા પહેલા ચેતજો! વડોદરામાં તાપણું કરીને સૂઇ ગયેલા દંપતીનું ધૂમાડાના ગૂંગળામણથી મોત

accident near chikhli/નવસારી પાસે ચીખલી પાસે કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે

Persecution of Hindus in Pakistan/પાકિસ્તાનમાં પરણિત હિન્દુ મહિલાએ ઈસ્લામ કબૂલવાની ના પાડી તો અપહરણ