Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારની સ્વાસ્થ્ય સુખાકારી માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ કરાવ્યો હતો.

94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સ (108 Ambulance)ને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના અધ્યક્ષ સ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Health Minister Rishikesh Patel)ની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)નો (Gujarat Karmyogi Swasthya Suraksha Yojana) ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે યોજનાનો પ્રારંભ કરાવીને યોજનાની એનરોલ્મેન્ટ પ્રક્રિયા શરુ કરાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે આ યોજનાના લાભાર્થી અધિકારી-કર્મચારીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત મુખ્યમત્રીએ 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપીને તેનું લોકાર્પણ કર્યું હતું.

“ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)” નો આજથી અમલ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી, પેન્શનરો તથા તેમના પરિવાર માટે આજથી “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)” અમલમાં આવી છે. આ યોજના અમલમાં આવતા હવેથી સરકારી અધિકારી-કર્મચારી અને તેમના પરિવારને પણ રૂ.10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે અને તેમની સ્વાસ્થ્ય સુખાકારીમાં પણ વધારો થશે.

108 ઈમરજન્સી એમ્બ્લ્યુલન્સના નેટવર્કમાં આજથી વધારો
આ ઉપરાંત આજે ગુજરાતના નાગરિકોને આકસ્મિક સમયમાં પ્રાથમિક સારવાર પૂરી પાડીને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ સુધી પહોંચાડતી 108 ઈમરજન્સી એમ્બ્લ્યુલન્સના નેટવર્કમાં પણ આજથી વધારો થવા જઈ રહ્યો છે. આજે લોકાર્પણ થયેલી નવી 94 એમ્બ્યુલન્સમાં આધુનિક ટેકનોલોજી ઇન્ટીગ્રેટ કરીને તેને વધુ કાર્યક્ષમ અને અદ્યતન બનાવવામાં આવી છે. જેથી નાગરિકોને ક્રીટીકલ સમયમાં જરૂરી સારવાર પૂરી પાડી શકાય, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સમારોહમાં મુખ્ય સચિવ પંકજ જોષી, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર-શહેરી હર્ષદ પટેલ, આરોગ્ય કમિશનર-ગ્રામ્ય રતનકંવર ચારણ ગઢવી સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો શુભારંભ
આ પણ વાંચો: ભાજપના ક્ષત્રિય આગેવાન જયરાજસિંહ અને માણસાના રાજવી યોગરાજસિંહ જાહેર કાર્યક્રમમાં બાખડ્યા
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીના ગાંધીનગર પ્રભારીનું રાજીનામુ
