Not Set/ Video: કુખ્યાત ગુનેગાર અસલમ બોડીયાનું પોલીસે કાઢ્યું સરઘસ, દારૂનાં નશામાં ધૂત થઇ બેફામ ગાડી હંકારતા ધરપકડ

વડોદરા વડોદરાના નવા પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોતએ હવે આરોપીઓ અને ગુનેગારોમાં ખોફ ઉભો કરવા માટે નવતર પ્રયાસ શરૂ કર્યો છે. ગત રોજ અકોટા દાંડીયાબજાર બ્રિજ પર પોલીસ કાફલા એ વાહન ચેકીંગ દરમિયાન શરાબના નશામાં આવી રહેલા કુખ્યાત આરોપી અસલમ બોડીયાને ઝડપી પાડ્યો હતો. આરોપી અસલમ બોડીયા હત્યા, ખંડણી, મારામારી, રાયોટિંગ જેવા અનેક ગુનેગારોમાં જેનું […]

Top Stories Gujarat Vadodara Trending Videos

વડોદરા

વડોદરાના નવા પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોતએ હવે આરોપીઓ અને ગુનેગારોમાં ખોફ ઉભો કરવા માટે નવતર પ્રયાસ શરૂ કર્યો છે. ગત રોજ અકોટા દાંડીયાબજાર બ્રિજ પર પોલીસ કાફલા એ વાહન ચેકીંગ દરમિયાન શરાબના નશામાં આવી રહેલા કુખ્યાત આરોપી અસલમ બોડીયાને ઝડપી પાડ્યો હતો.

આરોપી અસલમ બોડીયા હત્યા, ખંડણી, મારામારી, રાયોટિંગ જેવા અનેક ગુનેગારોમાં જેનું નામ જોડાયેલું છે એવા અસલમ બોડીયાની ધાક લોકોમાંથી ઓછી કરવા પોલીસે તેનું સરઘસ કાઢ્યું અને તેના વર્ચસ્વ ધરાવતા વિસ્તાર નવાપુરામાં તેને લઈ જઈને હાથકડીઓ બાંધીને ફેરવવમાં આવ્યો હતો. ફિલ્મી સ્ટાઈલમાં પોલીસે તેનો વરઘોડો કાઢતા લોકો તેને જોવા એકઠા થયા હતા.