Ahmedabad News/ પતિનું લફરું પકડવા પત્નીએ બાઇકમાં લગાવ્યો GPS, હોટલમાં બીજી મહિલા સાથે રંગેહાથ ઝડપાયો

અમદાવાદના ખાનપુરમાં પતિના લગ્નેતર સંબંધ (Extramarital Affair)ની શંકાએ પત્નીએ બાઇકમાં GPS ટ્રેકર લગાવ્યું. લોકેશન હોટલમાં મળતાં બાળકો સાથે પહોંચેલી પત્નીએ પતિને બીજી મહિલા સાથે પકડ્યો હોવાનો આક્ષેપ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Extramarital Affair: પતિની દગાબાજીનો ભાંડો ફૂટ્યો, GPS ટ્રેક કરતાં હોટલના રૂમમાં બીજી મહિલા સાથે મળ્યો

Ahmedabad News: શહેરના ખાનપુર વિસ્તારમાં પતિના કથિત લગ્નેતર સંબંધ (Extramarital Affair)ને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 40 વર્ષીય મહિલાને પોતાના પતિની અન્ય મહિલા સાથે નિકટતા હોવાની શંકા હતી. આ અંગે પતિને પૂછતાં તે ઉશ્કેરાઈ પત્ની સાથે મારઝૂડ કરતો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આખરે પતિની હિલચાલ જાણવા માટે પત્નીએ તેની બાઇકમાં GPS ટ્રેકર લગાવ્યું હતું. GPSના લોકેશનના આધારે પત્ની બાળકો સાથે હોટલ પહોંચી હતી, જ્યાં તેનો પતિ બીજી મહિલા સાથે મળી આવ્યો હતો.

Extramarital Affair: પતિની હિલચાલ પર પત્નીને થઈ શંકા

ફરિયાદ મુજબ, ખાનપુર વિસ્તારમાં રહેતી મહિલાને થોડા સમયથી પોતાના પતિના અન્ય મહિલા સાથે સંબંધ (Extramarital Affair) હોવાની શંકા હતી. પત્ની જ્યારે પણ આ મુદ્દે પતિને સવાલ કરતી ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હતી અને પતિ મારઝૂડ કરતો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. પતિની હિલચાલ અંગેની હકીકત જાણવા માટે મહિલાએ તેની જાણ બહાર બાઇકમાં GPS ટ્રેકર લગાવ્યું હતું. ત્યારબાદ તે પતિની બાઇક ક્યાં જાય છે તેની હિલચાલ પર નજર રાખતી હતી.

Extramarital Affair: દુકાન બંધ અને મોબાઇલ સ્વિચ ઓફ મળ્યો

GPS લગાવ્યાના થોડા દિવસો બાદ એક દિવસ મહિલાને પતિની હિલચાલ શંકાસ્પદ લાગી. પતિ પોતાની દુકાન પર હાજર નહોતો. વધુમાં દુકાનના CCTV કેમેરા પણ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. પતિનો મોબાઇલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. આ પરિસ્થિતિથી પત્નીની શંકા વધુ મજબૂત બની હતી. તેણે મોબાઇલમાં GPS ટ્રેકરનું લોકેશન તપાસ્યું તો પતિની બાઇકનું લોકેશન એરપોર્ટ નજીક આવેલી એક હોટલનું બતાવતું હતું.

Extramarital Affair: બાળકો સાથે હોટલ પહોંચી પત્ની

લોકેશનની જાણ થતાં મહિલા પોતાના સંતાનોને સાથે લઈને તાત્કાલિક હોટલ પહોંચી હતી. ત્યાં તપાસ કરતાં એક રૂમમાં તેનો પતિ અન્ય એક મહિલા સાથે મળી આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પત્નીએ પતિને બીજી મહિલા સાથે જોઈ લેતાં સમગ્ર મામલો ઉગ્ર બની ગયો હતો. આ દરમિયાન પતિએ પત્ની સાથે મારઝૂડ કરી હોવાનો પણ આક્ષેપ છે.

Extramarital Affair: પતિએ બીજા નિકાહની ધમકી આપી

પત્ની સામે ભાંડો ફૂટ્યા બાદ પતિ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પત્નીને માર માર્યો હોવાનો ફરિયાદમાં આરોપ છે. એટલું જ નહીં, પતિએ ધમકી આપી હતી કે તે આ જ મહિલા સાથે મુસ્લિમ કાયદા મુજબ બીજા નિકાહ કરશે. પરિસ્થિતિ વધુ વણસતાં મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચ્યા બાદ પણ પતિ દ્વારા પત્નીને તલાક આપી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

Extramarital Affair: મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

આ સમગ્ર ઘટનાથી પરેશાન મહિલાએ અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો. તેણે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાને લગતા CCTV ફૂટેજ, GPS લોકેશન સહિતના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે.


આ પણ વાંચો:મહેસાણામાં પતિના મોબાઈલમાંથી પૂર્વ પ્રેમિકા સાથેના ફોટા મળ્યા, 181 અભયમે દંપતીનો વિવાદ થાળે પાડ્યો

આ પણ વાંચો:પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, આપત્તિજનક હાલતમાં જોતાં રચાયો ખૂની ખેલ

આ પણ વાંચો:અમદાવાદમાં પતિના 25 અફેરનો ચોંકાવનારો કિસ્સો: 22 વર્ષના પ્રેમલગ્ન બાદ પત્ની 26મી વખત પતિની હરકતથી પરેશાન, અભયમે કરાવ્યું સમાધાન