Ahmedabad News/ અમદાવાદમાં પતિના 25 અફેરનો ચોંકાવનારો કિસ્સો: 22 વર્ષના પ્રેમલગ્ન બાદ પત્ની 26મી વખત પતિની હરકતથી પરેશાન, અભયમે કરાવ્યું સમાધાન

અમદાવાદના ઘાટલોડિયામાં 22 વર્ષના પ્રેમલગ્ન બાદ પતિના અનેક સંબંધોથી પરેશાન પત્ની 181 અભયમ સુધી પહોંચી. પત્નીના જણાવ્યા મુજબ પતિના 25 અફેર (Wife Husband Affairs) બાદ કાઉન્સેલિંગથી બંને વચ્ચે સમાધાન કરાયું.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Wife Husband Affairs: 25 વખત માફ કર્યો, 26મી વખત થયો ભાંડો ફૂટ્યો; અમદાવાદની પત્નીની આપવીતી

Ahmedabad News: અમદાવાદમાં પતિ-પત્નીના સંબંધને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી એક મહિલાએ 22 વર્ષ પહેલાં પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્નજીવન દરમિયાન પતિના એક-બે નહીં, પરંતુ અનેક મહિલાઓ સાથેના સંબંધો (Wife Husband Affairs)થી પત્ની પરેશાન થઈ ગઈ હતી.

મહિલાનો આક્ષેપ છે કે પતિના અન્ય મહિલાઓ સાથેના સંબંધો (Wife Husband Affairs) અંગે તે અગાઉ પણ ઘણી વખત જાણતી હતી અને પતિને માફ કરતી રહી હતી. આખરે મામલો 181 અભયમ ટીમ સુધી પહોંચ્યો હતો.

Wife Husband Affairs: 22 વર્ષ પહેલાં કર્યા હતા પ્રેમલગ્ન

મળતી માહિતી મુજબ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલાએ આજથી 22 વર્ષ પહેલાં પરિવારની ના છતાં યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન બાદ બંનેનું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. લગ્નના પાંચ વર્ષ બાદ તેમને એક પુત્રનો જન્મ થયો હતો. જોકે, સમય જતાં પતિના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો હતો.

પત્નીનો દાવો: પતિના 25 જેટલી મહિલાઓ સાથે સંબંધ હતા

મહિલાએ 181 અભયમની ટીમને જણાવ્યું હતું કે, લગ્નજીવન દરમિયાન પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાની જાણ તેને ઘણી વખત થઈ હતી.પત્નીનો દાવો છે કે, પતિને તે અગાઉ પણ અનેક વખત રંગેહાથ પકડી ચૂકી હતી. દરેક વખતે પતિ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગતો હતો અને ફરી આવું નહીં કરવાની ખાતરી આપતો હતો.પ્રેમલગ્ન કર્યા હોવાથી અને પરિવાર સાથે સંબંધો (Wife Husband Affairs) ઓછા થઈ ગયા હોવાથી મહિલા પોતાની સમસ્યા કોઈને કહી શકતી નહોતી.

બે વર્ષથી લાગ્યું હતું કે પતિ સુધરી ગયો

મહિલાના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે વર્ષથી પતિનું કોઈ નવું પ્રકરણ સામે આવ્યું ન હતું, જેથી તેને લાગ્યું હતું કે હવે પતિ ખરેખર બદલાઈ ગયો છે.પરંતુ થોડા દિવસો પહેલાં પતિના સ્ટાફમાં કામ કરતી એક મહિલાનો ફોન આવ્યો હતો. પત્નીએ પતિને ફોન સ્પીકર પર વાત કરવા કહ્યું હતું.આ બાબતે પતિ ગુસ્સે થઈ ગયો હતો અને ઘરમાં પત્ની સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મામલો 181 અભયમ સુધી પહોંચ્યો

ઘટના બાદ મહિલાએ મદદ માટે 181 અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું.ટીમ દ્વારા પતિને સંબંધો (Wife Husband Affairs)માં વિશ્વાસ, પરિવાર પર થતી અસર અને કાયદાકીય બાબતો અંગે સમજ આપવામાં આવી હતી.કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને હવે ભવિષ્યમાં આવી કોઈ હરકત નહીં કરવાની લેખિત બાંયધરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવાર બચ્યો, પરંતુ સવાલો યથાવત

181ની ટીમના પ્રયાસોથી હાલ પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું છે. જોકે, આ પ્રકારના ઘણા કિસ્સાઓ સમાજમાં બને છે પરંતુ મોટા ભાગના કિસ્સા બહાર આવતા નથી.પ્રેમલગ્નનો આધાર વિશ્વાસ હોય છે અને જ્યારે આ વિશ્વાસ તૂટે છે ત્યારે સંબંધોમાં મોટી તકલીફ ઊભી થાય છે. હાલ આ મામલાનો અંત સમાધાનથી આવ્યો છે, પરંતુ ભવિષ્યમાં પતિ પોતાની વાત પર કેટલો અડગ રહે છે તે જોવું રહ્યું.


આ પણ વાંચો:રાજકોટમાં નવપરીણિત મહિલાની પતિના અફેરના પગલે આત્મહત્યા

આ પણ વાંચો:મારઝૂડનો વીડિયો વાયરલ, પત્નીએ પતિ અને ટ્યુશન શિક્ષિકા સાથેના અફેરનો કર્યો દાવો

આ પણ વાંચો:જીમ ફ્રેન્ડ સાથે પત્નીના અફેરનો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો