Persecution of Hindus in Pakistan/ પાકિસ્તાનમાં પરણિત હિન્દુ મહિલાએ ઈસ્લામ કબૂલવાની ના પાડી તો અપહરણ કરી 3 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું

પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાં ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ એક પરિણીત હિન્દુ મહિલાનું અપહરણ અને બળાત્કારનો મામલો સામે આવ્યો છે

Top Stories World
7 26 પાકિસ્તાનમાં પરણિત હિન્દુ મહિલાએ ઈસ્લામ કબૂલવાની ના પાડી તો અપહરણ કરી 3 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું

Persecution of Hindus in Pakistan:   પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાં ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ એક પરિણીત હિન્દુ મહિલાનું અપહરણ અને બળાત્કારનો મામલો સામે આવ્યો છે.એક સ્થાનિક હિન્દુ નેતાએ કહ્યું કે રવિવાર સુધી મીરપુરખાસમાં પોલીસ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં નિષ્ફળ રહી હતી. પીડિત યુવતી અને તેનો પરિવાર પોલીસ સ્ટેશનની બહાર બેઠા છે, પરંતુ હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.

એજન્સીના જણાવ્યા અનુસાર (Persecution of Hindus in Pakistan) પીડિતાએ કહ્યું છે કે અપહરણકારોએ તેના પર ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, આમ ન કરવા બદલ આરોપીએ બળાત્કાર કર્યો.પીડિતાએ સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વિડિયોમાં જણાવ્યું હતું કે આરોપીઓએ ઉમરકોટ જિલ્લાના સમારોમાં તેની સાથે અત્યાચાર કર્યો હતો. પરંતુ પોલીસે હજુ સુધી આરોપીઓ સામે ગુનો નોંધ્યો નથી

પીડિતાએ આરોપ લગાવ્યો હતો (Persecution of Hindus in Pakistan) કે ઇબ્રાહિમ માંગરીયો, પુન્હો માંગરીયો અને તેમના સાથીઓએ તેનું અપહરણ કર્યું હતું. પીડિતાએ કહ્યું કે આરોપીએ તેને ધમકી આપી અને ધર્મ પરિવર્તન કરવા કહ્યું, પરંતુ જ્યારે તેણે ના પાડી તો તેની સાથે 3 દિવસ સુધી બળાત્કાર કરવામાં આવ્યો. પીડિતાએ જણાવ્યું કે તે અપહરણકારોના ચુંગાલમાંથી ખૂબ જ મુશ્કેલીથી છટકી ગઈ હતી.પાકિસ્તાનમાં અવાર નવાર હિન્દુઓ પર અત્યારના સમાચાર સામે આવતા રહે છે, પાકિસ્તાની સરકાર આ મામલે કોઇ અસરકારક પગલાં લેતી નથી જેના લીધે હિન્દુઓ પર અત્યાચારના કેસ વધી રહ્યા છે.

નોંધનીય છે કે પાકિસ્તાનમાં જૂન 2022માં કરીના કુમારી નામની એક હિંન્દુ યુવતીએ કોર્ટમાં કહ્યું હતું કે તેને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરવામાં આવ્યું હતું એટલું  જ નહીં તેના લગ્ન મુસ્લિમ પુરુષ સાથે થયા હતા. આ પહેલા ગયા વર્ષે માર્ચ મહિનામાં ત્રણ હિંદુ યુવતીઓનું અપહરણ કરીને આઠ જ દિવસમાં ઈસ્લામ કબૂલ કરીને તેમના લગ્ન એક મુસ્લિમ પુરુષ સાથે કરવામાં આવ્યા હતા.

 G-20 Inception meeting/આજથી G-20 ઇન્સેપ્શન મીટિંગનું ઓપનિંગ સેશનની થશે શરૂઆત,જાણો સમગ્ર કાર્યક્મની