Not Set/ લોકસભા મહાજંગ – 2019 : 7 રાજ્યોની 59 બેઠકો પર છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ

લોકસભાની ચૂંટણીનાં મહાજંગમાં આજે છઠ્ઠા તબક્કા માટેનું 7 રાજ્યોની 59 બેઠકો  પર મતદાન  શરૂ થઇ ગયું છે. ઉત્તર પ્રદેશની 14 બેઠકો, હરિયાણાની 10, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની 8  બેઠકો, દિલ્હીની 7 અને ઝારખંડની 4 બેઠકો પર મતદારો પતોનાં મતાધિકારનો ઉપયોગ કરી પોતાનાં લોક પ્રતિનીધીનું ચયન કરશે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુઘી […]

Top Stories India
vvpat and evm લોકસભા મહાજંગ – 2019 : 7 રાજ્યોની 59 બેઠકો પર છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ

લોકસભાની ચૂંટણીનાં મહાજંગમાં આજે છઠ્ઠા તબક્કા માટેનું 7 રાજ્યોની 59 બેઠકો  પર મતદાન  શરૂ થઇ ગયું છે. ઉત્તર પ્રદેશની 14 બેઠકો, હરિયાણાની 10, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની 8  બેઠકો, દિલ્હીની 7 અને ઝારખંડની 4 બેઠકો પર મતદારો પતોનાં મતાધિકારનો ઉપયોગ કરી પોતાનાં લોક પ્રતિનીધીનું ચયન કરશે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુઘી શરૂ રહેશે ત્યારે દેશભરની નજર આજે 59 બેઠકો પર મડાયેલી રહશે.

આપને જણાવી દઇએ કે ગત લોકસભા એટલે કે 2014 ની લોકસભા ચૂંટણીમાં આજે થઇ રહેલ મતદાનની આ તમામ 7 રાજયોની 59 બેઠકોમાંથી ભાજપે 45, તૃણમૂલ કોંગ્રેસે 8, કોંગ્રેસે 2 અને સપાએ અને લોજપાએ 1 -1  બેઠક જીતી મેળવી હતી. ગત ચૂંટણીમાં મોદી લહેરની સાપેક્ષમાં આ વખતેની ચૂંટણીમાં વિરોધ પક્ષો એકત્ર જણાય રહ્યા છે ત્યારે આ તમામ બેઠકો આવતા સમયમાં દેશની દિશા નક્કી કરશે તે વાત ચોક્કસ છે.

Voting line લોકસભા મહાજંગ – 2019 : 7 રાજ્યોની 59 બેઠકો પર છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ

ચૂંટણી મહાજંગ – 2019નાં છઠ્ઠા તબક્કા માટે આજનાં મતદાનમાં અનેક દિગ્ગજોનાં ભાવી EVMમાં બંધ થશે. ત્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવ, કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી, કેબિનેટ પ્રધાન રીટા બહુગુણા જોશી, યોગી સરકારનાં મંત્રી મુકુત બિહારી વર્મા,જગદમ્બિકા પાલ, રમાકાંત યાદવ,  સંજય સિંહ, દિગ્વિજયસિંહ, સાધવી પ્રજ્ઞાસિંહ ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધીયા, ભૂપિન્દરસિંહ હુડા, રમેશ કૌશિક, અજયસિંહ ચૌટાલાનાં પુત્ર દિગ્વિજય ચૌટાલા, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર તો દેશ ભરમાં સૌની નજર છે

RMK લોકસભા મહાજંગ – 2019 : 7 રાજ્યોની 59 બેઠકો પર છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ

ખાસ કરીને વાત કરવામાં આવે રાજધાની દિલ્હીની તો દિલ્હીમાં ત્રીપાંખીયા જંગ છે ત્યારે મતદાતાઓ મિનાક્ષી લેખી, અજય માકન, બ્રજેશ ગોયલ, હર્ષવર્ધન, જે પી અગ્રવાલ, પંકજ ગુપ્તા, ગૌતંમ ગંભીર, અરવિંદસિંહ લવલી, આતિશી,  પ્રવેશ વર્મા, મહાબલ મિશ્રા, બલવિરસિંહ ઝાખ઼ડ, મનોજ તિવારી, શીલા દિક્ષીત, દિલીપ પાંડેય, રમેશ બિધૂડી, બોક્સર વિજેન્દ્રસિંહ, રાધવ ચઢ્ઢા, હંસરાજ હંસરા, રાજેશ લિલોઠિયા અને ગુગ્ગન સિંહનાં ભાવીનો ફેસલો કરશે.