જુનાગઢઃ સાંપ્રદાયિક રીતે બધી જ રીતે શાંત જુનાગઢમાં સાંપ્રદાયિક તણાવ સર્જવાનો અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રયાસ પણ પાછો ચોક્કસ સમાજના લોકોના એક જૂથ દ્વારા કરવામાં આવ્યો છે.
જુનાગઢના ગિરનારમાં ભગવાન દત્તાત્રેયના મંદિરમાં મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો. મોટાપાયા પરના સૂત્રોચ્ચાર સાથે ચોક્કસ સંપ્રદાયના લોકોએ ભગવાન દત્તાત્રેયના મંદિરમાં રીતસરનો હલ્લો બોલાવતા ત્યાંના પૂજારી સ્તબ્ધ થઈ ગયા હતા. તેની સાથે તેમણે ભગવાન દત્તાત્રેયની મૂર્તિ સાથે છેડછાડ કરી હોવાનો પ્રયત્ન કરતાં વાતાવરણ તંગ થઈ ગયું છે.
આ અંગે ભગવાન દત્તાત્રેય મંદિરના પૂજારી દીપક બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. આ પ્રકારની ઘટનાના પગલે પોલીસ પણ ચોંકી ગઈ છે અને તેણે તેની તપાસ શરૂ કરી છે. આટલા મોટા લોકોના જૂથે મંદિરની અંદર જઈ બબાલ મચાવ્યાનો વિડીયો પણ વાઇરલ થયો છે. તેઓ આ ગિરનાર અમારો છે તેવા સૂત્રોચ્ચાર કરતાં દેખાય છે.
પોલીસને પણ લાગી રહ્યુ છે કે આટલા મોટા પ્રમાણમાં લોકો આવ્યા અને અશાંતિ સર્જવાનો પ્રયાસ કર્યો તે એમને એમ ન હોઈ શકે. પોલીસ આટલા મોટા લોકો ત્યાં કયા હેતુથી આવ્યા હતા અને તેમણે કેમ આમ કર્યુ તેના કારણો શોધવા લાગી ગઈ છે. આ પ્રકારની અશાંતિ સર્જવાનું કારણ કહ્યું હોઈ શકે તે પણ પોલીસ જોવા માંગે છે. તેઓએ આ પ્રકારનું પગલું શા માટે ભર્યુ અને ભગવાન દત્તાત્રેયને કેમ લક્ષ્યાંક બનાવ્યા તે પોલીસ માટે મોટો સવાલ છે.
તાજેતરમાં જ ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિ. સનાતનનો વિવાદ સપાટી પર આવ્યા પછી હવે સાંપ્રદાયિક ઉશ્કેરણીનો આ બીજો બનાવ છે. પોલીસે આ બનાવના પગલે જુનાગઢના દત્તાત્રેય મંદિરની જોડે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. ટૂંક સમયમાં નવરાત્રિના તહેવારો શરૂ થવાના હોઈ, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પોલીસ અત્યારથી જ સાબદી બની ગઈ છે.
આ પણ વાંચોઃ Drown/ ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં ત્રણ અને રાજકોટમાં એક ડૂબ્યો
આ પણ વાંચોઃ Uttar Pradesh/ જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની ગોળી મારીને હત્યા
આ પણ વાંચોઃ Breaking/ દિલ્હીમાંથી મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ, NIAએ 3 લાખનું ઈનામ રાખ્યું હતું