Gujarat election 2022/ ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠકો માટે 1600થી વધુ ફોર્મ ભરાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પહેલા તબક્કા માટે ઉમેદવારી પોર્મ ભરવાની પ્રક્રીયા પરીપૂર્ણ થઇ ગઇ છે

Top Stories Gujarat
6 14 ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠકો માટે 1600થી વધુ ફોર્મ ભરાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પહેલા તબક્કા માટે ઉમેદવારી પોર્મ ભરવાની પ્રક્રીયા પરીપૂર્ણ થઇ ગઇ છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે ઉમેદવારી પોર્મ ભરવાનો છેલ્લો દિવસ સોમવારે હતો. ભાજપ કોંગ્રેસ,આપ સહિત અપક્ષના ઉમેદવારોએ આ બેઠકો માટે ફોર્મ ભરતા કુલ 1655 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ રાજકોટની 8 બેઠક માટે 170 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

ઉલ્લેખનીય છે કે પહેલા તબકાકમાં ઓછા ફાર્મ ભરાયા હોય તેવા જિલ્લામાં ડાંગ આવે છે તેમાં માત્ર 3 ફોર્મ ભરાયા છે.  સુરતમાં લિંબાયત બેઠક પરથી 38 અપક્ષ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જે સાથે જ ત્યાં કુલ 54 ઉમેદવારી નોંધાય છે. પ્રથમ તબક્કા માટે સુરતમાંથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સૌરાષ્ટમાં પણ મોટાગજાના નેતાઓનું ભાવિ 1 ડિસેમ્બરના મતદાન સાથે નક્કી થશે અને તેનું પરિણામ 8 ડિસેમ્બરના જોવા મળશે.

પ્રથમ તબક્કાની તમામ બેઠકો પર 17મી સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે અને ઉમેદવારોનું ચિત્ર ગુરુવારે માલુમ પડશે. આ દરમિયાન કેટલાં ઉમેદવારોના ફોર્મમાં ભૂલ છે અને કેટલાં ફોર્મ રિજેક્ટ થાય છે કે પાછા ખેંચવામાં આવે છે તેના પર આધારિત રહેશે. જે પછી અંતિમ ઉમેદવારોના નામ નક્કી થશે. જેના આધારે 1 ડિસેમ્બરના મતદાન યોજાશે