Uttar Pradesh/ જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની ગોળી મારીને હત્યા

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક જ પરિવારના 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યારાએ જૂની અદાવત અને જમીન વિવાદના કારણે આ લોહિયાળ ઘટનાને અંજામ આપ્યો છે.

Top Stories India
Mantavyanews 2023 10 02T100712.356 જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની ગોળી મારીને હત્યા

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક જ પરિવારના 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યારાએ જૂની અદાવત અને જમીન વિવાદના કારણે આ લોહિયાળ ઘટનાને અંજામ આપ્યો છે. આ હત્યા બાદ સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો છે, જ્યારે ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક જ પરિવારના 6 લોકોની હત્યાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પીડિત પરિવારની સાથે અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર મામલો દેવરિયા જિલ્લાના રૂદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસેના ફતેહપુર ગામનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બંને પરિવારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ કારણોસર પરસ્પર દુશ્મનાવટ હતી. મૃતકોમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને તેમના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.

માહિતી અનુસાર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રેમ યાદવની પહેલા જમીન વિવાદમાં હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ગુસ્સે થયેલા લોકોએ તે જ ગામના સત્ય પ્રકાશ દુબેના ઘરમાં ઘૂસીને પાંચ લોકોની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટનામાં ઘાયલ એક બાળકીની હાલત નાજુક છે. કહેવાય છે કે સત્ય પ્રકાશ દુબે અને પ્રેમ યાદવ વચ્ચે લાંબા સમયથી જમીન વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદમાં આ લોહિયાળ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.


આ પણ વાંચો: Breaking/ દિલ્હીમાંથી મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ, NIAએ 3 લાખનું ઈનામ રાખ્યું હતું

આ પણ વાંચો: Gandhi Jayanti/ ગાંધીજીને બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્માનું બિરુદ કોણે અને શા માટે આપ્યું?

આ પણ વાંચો: Shanidev/ શનિદેવ આવા લોકોથી હંમેશા નારાજ કેમ રહે છે? જાણો બચવાના ઉપાયો