drown/ ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં ત્રણ અને રાજકોટમાં એક ડૂબ્યો

રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા પ્રવાસન્ સ્થળ ગળતેશ્વર ખાતે મહીસાગર નદીમાં ત્રણ જણા ડૂબ્યા હતા. આ ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને બે વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat
Mantavyanews ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં ત્રણ અને રાજકોટમાં એક ડૂબ્યો

ખેડાઃ રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા પ્રવાસન્ સ્થળ ગળતેશ્વર ખાતે મહીસાગર નદીમાં ત્રણ જણા ડૂબ્યા હતા. આ ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને બે વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

ત્રણ વ્યક્તિઓ ડૂબ્યાના સમાચારા મળતા ઠાસરા અને ગળતેશ્વર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેણે પંચનામુ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મળેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. બાકીના બે મૃતદેહ મળશે તો તેને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવશે.

સ્થાનિક તરવૈયાઓની મદદથી બાકીના બેના મૃતદેહને શોધવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ યુવાનો કોણ હતા અને ક્યાંથી આવ્યા છે. તે નજીકના ડાકોર મંદિરે દર્શન કરવા આવ્યા હતા કે પાવાગઢથી અહીં આવ્યા હતા. તે સ્થાનિકો છે કે બહારના છે. જો કે મૃતદેહો મુજબ તો તે રાજ્યના જ લોકો હોવાનું માનવામાં આવે છે. હવે તે ઠાસરા કે ગળતેશ્વરના જ વતની છે કે રાજ્યના બીજા કોઈ સ્થળના રહેવાસી છે તે શોધવામાં આવી રહ્યુ છે.

આ ઉપરાંત રાજકોટમાં નદીમાં ડૂબી જતાં યુવકનું મોત થયું છે. ઉપલેટાના ગણોદ ગામમાં આ ઘટના બની છે. આ યુવક ભાદર નદીમાં માછીમારી કરવા ગયો હતો. આ દરમિયાન પગ લપસી જવાના લીધે તેનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે. ફાયરબ્રિગેડની ટીમે યુવકની શોધખોળ આદરી છે.

આ પણ વાંચોઃ Jamnagar Accident/ જામનગરમાં અકસ્માતમાં ત્રણના મોત, બે ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ Gandhi Jayanti/ ગાંધીજીને બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્માનું બિરુદ કોણે અને શા માટે આપ્યું?

આ પણ વાંચોઃ Gandhi Jayanti/ PM મોદી સહિતી અનેક નેતાઓએ રાજઘાટ જઈને બાપુને શ્રદ્ધાંજલિ આપી