breaking/ દિલ્હીમાંથી મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ, NIAએ 3 લાખનું ઈનામ રાખ્યું હતું

NIAના મોસ્ટ વોન્ટેડ આતંકી શફી ઉઝામાની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કાર્યવાહીમાં શફી ઝડપાયો હતો. તેના માથા પર 3 લાખ રૂપિયાનું ઈનામ હતું.

Top Stories India
Mantavyanews 2023 10 02T095221.977 દિલ્હીમાંથી મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ, NIAએ 3 લાખનું ઈનામ રાખ્યું હતું

NIAના મોસ્ટ વોન્ટેડ આતંકી શફી ઉઝામાની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કાર્યવાહીમાં શફી ઝડપાયો હતો. તેના માથા પર 3 લાખ રૂપિયાનું ઈનામ હતું. શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા ISISનો શંકાસ્પદ આતંકવાદી છે. ISISના આ મોડ્યુલને લઈને દિલ્હી પોલીસ આજે મોટો ખુલાસો કરશે. શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. શાહનવાઝની સાથે કેટલાક લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. શાહનવાઝ ઉર્ફે શફી ઉજ્જમા ઘણા સમયથી ફરાર હતો. અનેક એજન્સીઓ તેને શોધી રહી હતી. શાહનવાઝ ઉર્ફે શફી ઉજ્જમા પુણે કેસમાં વોન્ટેડ હતો.

આતંકવાદી શફી કેવી રીતે પકડાયો?

આપને જણાવી દઈએ કે આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉજ્જમાની શોધમાં 30 સપ્ટેમ્બરે દિલ્હીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ઈનપુટ મળ્યો હતો કે શંકાસ્પદ આતંકવાદી દક્ષિણ પૂર્વ દિલ્હી વિસ્તારમાં રહે છે. આ આતંકીઓ અગાઉ પુણેમાં સક્રિય હોવાની માહિતી મળી હતી. પુણે કેસમાં પોલીસ ઘણી ધરપકડ કરી ચૂકી છે. પુણે કેસની તપાસ મલ્ટી એજન્સી કરી રહી છે. NIA, દિલ્હી પોલીસ અને પુણે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: Gandhi Jayanti/ ગાંધીજીને બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્માનું બિરુદ કોણે અને શા માટે આપ્યું?

આ પણ વાંચો: Gandhi Jayanti/ PM મોદી સહિતી અનેક નેતાઓએ રાજઘાટ જઈને બાપુને શ્રદ્ધાંજલિ આપી

આ પણ વાંચો: Shanidev/ શનિદેવ આવા લોકોથી હંમેશા નારાજ કેમ રહે છે? જાણો બચવાના ઉપાયો