Gujarat Election/ ભાજપે જાહેર કરાયેલા 160 ઉમેદવારોમાંથી 38 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ

આ સાથે 38 સીટીંગ ધારાસભ્યની ટિકિટ કાપી નાંખવામાં આવી છે. ભાજપમાં ઇન્કબેકસીના લીધે આ ધારાસભ્યની ટિકિટ કાપી નાંખવામાં આવી છે.

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેની વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ તેજ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ આજે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આજે 160   ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે તેમાં 38 ચાલુ ધારાસભ્યની ટિકિટ કાપી નાંખી છે.

કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આરી પાટીલ આ ઉમેદવારોની યાદી જાહેર કર્યા છે.જેમાં 13 સિડ્યુકાસ્ટ, 24 સિડ્યુ ટ્રાઈબ તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે. પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, સમાજના દરેક વર્ગના જોડાયેલા લોકોને સમાયોજિત કરવામાં આવ્યા છે. પ્રમુખ નેતાઓએ વરીષ્ઠ નેતાઓએ પત્ર લખીને કહ્યું છે કે, પ્રદિપસિંહ જાડેજા, આરસી ફળદુ સહીતના નેતાઓ પાર્ટી સંગઠન માટે કામ કરશે.આ સાથે 38 સીટીંગ ધારાસભ્યની ટિકિટ કાપી નાંખવામાં આવી છે. ભાજપમાં ઇન્કબેકસીના લીધે આ ધારાસભ્યની ટિકિટ કાપી નાંખવામાં આવી છે.

રાજેન્દ્ર ત્રિવેદી શશીકાંત પંડ્યા, મધુ શ્રીવાસ્તવ સહિત અનેક મોટા માથાઓને ટિકિટ આપી નથી,વેજલપુરથી કિશોર ચૈાહાણની પણ ટિકિટ કપાઇ ગઇ છે.