Gujarat Election/ ભાજપે પૂર્વ IPS પીસી બરંડાને ભિલોડાથી ટિકિટ ફાળવી

કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આરી પાટીલ આ ઉમેદવારોની યાદી જાહેર કર્યા છે.જેમાં 13 સિડ્યુકાસ્ટ, 24 સિડ્યુ ટ્રાઈબ તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેની વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ તેજ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ આજે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આજે 160   ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આરી પાટીલ આ ઉમેદવારોની યાદી જાહેર કર્યા છે.જેમાં 13 સિડ્યુકાસ્ટ, 24 સિડ્યુ ટ્રાઈબ તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે. ભાજપે પૂર્વ આઇપીએસ પીસી બરંડાને પણ ભિલોડા બેઠક પરથી ટિકિટ ફાળવી છે.

ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે. ગઈકાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે