Not Set/ વોટ્સએપનાં ‘ડીલીટ ફોર એવરીવન’ ફીચરમાં ફેરફાર: સેન્ડર બનશે કઠપૂતળી, રીસીવર પાસે રહેશે કન્ટ્રોલ

વોટ્સએપનાં ‘ડીલીટ ફોર એવરીવન’ ફીચરમાં ફેરફાર થયો છે. આ નવાં ફેરફારથી તમે આસાનીથી મેસેજ ડીલીટ કરી શકશો નહી. આ ફેરફાર બાદ સેન્ડરનાં હાથમાં કન્ટ્રોલ નહી રહે અને કન્ટ્રોલ રીસીવર સાઈડ આવી જશે. મેસેજ મોકલતા પહેલાં હવે ચેતી જજો અને બે વાર ચેક કરી લેજો કે મેસેજ યોગ્ય ગ્રુપમાં કે યોગ્ય વ્યક્તિને જ મોકલો છો ને. […]

Top Stories Tech & Auto

વોટ્સએપનાં ‘ડીલીટ ફોર એવરીવન’ ફીચરમાં ફેરફાર થયો છે. આ નવાં ફેરફારથી તમે આસાનીથી મેસેજ ડીલીટ કરી શકશો નહી. આ ફેરફાર બાદ સેન્ડરનાં હાથમાં કન્ટ્રોલ નહી રહે અને કન્ટ્રોલ રીસીવર સાઈડ આવી જશે. મેસેજ મોકલતા પહેલાં હવે ચેતી જજો અને બે વાર ચેક કરી લેજો કે મેસેજ યોગ્ય ગ્રુપમાં કે યોગ્ય વ્યક્તિને જ મોકલો છો ને.

પહેલાં યુઝર સેન્ટ મેસેજ 420 સેકન્ડમાં ડીલીટ કરી શકતા હતા. ત્યારબાદ આ ટાઇમ લીમીટ વધારીને 1 કલાક, 8 મિનીટ અને 16 સેકન્ડ કરવામાં આવી. કારણકે લોકો અઠવાડિયા, મહિના, વર્ષો પહેલાં મોકલેલા મેસેજને ડીલીટ કરીને આ ફીચરનો દુરુપયોગ કરતાં હતાં.

WABetaInfo અનુસાર, કંપની પોતાનાં ડીલીટ ફોર એવરીવન ફીચરમાં ફેરફાર કરવાની છે ટૂંક જ સમયમાં. જે મુજબ જો રીસીપીઅન્ટને (મેસેજ મેળવનાર) મેસેજ ડીલીટ કરવાની રીક્વેસ્ટ 13 કલાક 8 મિનીટ અને 16 સેકન્ડમાં નહી મળે તો મેસેજ ડીલીટ થઇ શકશે નહી.

તમે હજી પણ મેસેજ બધાં માટે ડીલીટ કરી શકશો પરંતુ ત્યારબાદ જ જો મેસેજ મેળવનારા વ્યક્તિને તમારી મેસેજ ડીલીટ કરવા માટેની રીક્વેસ્ટ 13 કલાક 8 મિનીટ અને 16 સેકન્ડમાં મળી જશે. WABetaInfo અનુસાર આવું ત્યારે બની શકે છે, જયારે મેસેજ રીસીવ કરનાર વ્યક્તિનો ફોન સ્વીચ ઓફ હોય.

હાલ અહી એ વાત સ્પષ્ટ નથી થતી કે આ ‘રીસીપીઅન્ટ લીમીટ’ કઈ પરિસ્થિતિમાં કામ કરશે? શું મેસેજ રીસીવ કરનાર વ્યક્તિ તરત જ પોતાનો સ્વીચ ઓફ કરી દે અને 14 કલાક સુધી ફોન બંધ જ રાખે અથવા ઈન્ટરનેટ તરત બંધ કરી દે.