Not Set/ તંત્ર દ્વારા કનેકશન કાપી નાખતા લોકો ભરાયા રોષે, માહોલ ગરમાતા તંત્રે લીધી પોલીસની મદદ

વડોદરા, વડોદરા મ્યુ. તંત્રએ આજવા સરોવર માંથી લીધેલા ગેરકાયદેસરના પાણીની કનેકશનો સામે આંખ લાલ કરી છે. જેને લઈને તંત્ર દ્વારા ગેરકાયદેસરના પાણીના કનેકશનો કાપી નાખતા લોકો રોષે ભરાયા હતા. ગેરકાયદેસરના પાણીના કનેકશનો તપાસ અર્થે ગયેલા પાણી પૂરવઠા અધિકારીનો સ્થાનિક લોકોએ ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર માત્ર સોસાયટીના રહિશોને હેરાન કરી રહી છે […]

Top Stories Gujarat Vadodara

વડોદરા,

વડોદરા મ્યુ. તંત્રએ આજવા સરોવર માંથી લીધેલા ગેરકાયદેસરના પાણીની કનેકશનો સામે આંખ લાલ કરી છે. જેને લઈને તંત્ર દ્વારા ગેરકાયદેસરના પાણીના કનેકશનો કાપી નાખતા લોકો રોષે ભરાયા હતા.

ગેરકાયદેસરના પાણીના કનેકશનો તપાસ અર્થે ગયેલા પાણી પૂરવઠા અધિકારીનો સ્થાનિક લોકોએ ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર માત્ર સોસાયટીના રહિશોને હેરાન કરી રહી છે અને તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું હતુ કે, તંત્ર નજીકમાં આવેલી સ્કુલ અને કોલેજના ગેરકાયદેસરના કનેકશનો સામે કોઈ કાર્યવાહી નથી કરતી.

સોસાયટીમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર પાણીના કનેકશનો કાપી નાખતા લોકો રોષે ભરાયા હતા.. જેને પગલે સ્થાનિકોએ સ્થળ પર તપાસ અર્થે આવેલા અધિકારીનો ઘેરાવ કરી તેનો ટપલી દાવ કર્યો હતો. અધિકારીએ માહોલ ગરમાતા પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી પોલીસ બોલાવાની ફરજ પડી હતી.