Not Set/ દંડનો ડર બાઇક નહિ ચલાવવા દેવા પુત્રને કેદ કર્યો મા -બાપે

નવી મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ભારે ભરકમ દંડ ફટકારવામાં આવતા લોકોમાં ડર છવાયેલો જોવા મળી રહ્યો છે. આ ભયનો એક કિસ્સો આગ્રામાં જોવા મળ્યો હતો જ્યાં એક દંપતીએ તેમના સગીર પુત્રને ઘણા કલાકો સુધી રૂમમાં પૂરી રાખ્યો હતો. પિતાએ નવી બાઇક ખરીદી હતી અને દીકરાએ આગ્રહ કર્યો કે તે તેની ટેસ્ટ રાઈડ કરશે. પુત્રના આગ્રહથી […]

Top Stories
AAAAAAAAAAAAAAAAAmahi 7 દંડનો ડર બાઇક નહિ ચલાવવા દેવા પુત્રને કેદ કર્યો મા -બાપે

નવી મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ભારે ભરકમ દંડ ફટકારવામાં આવતા લોકોમાં ડર છવાયેલો જોવા મળી રહ્યો છે. આ ભયનો એક કિસ્સો આગ્રામાં જોવા મળ્યો હતો જ્યાં એક દંપતીએ તેમના સગીર પુત્રને ઘણા કલાકો સુધી રૂમમાં પૂરી રાખ્યો હતો.

પિતાએ નવી બાઇક ખરીદી હતી અને દીકરાએ આગ્રહ કર્યો કે તે તેની ટેસ્ટ રાઈડ કરશે. પુત્રના આગ્રહથી ડરીને માતા-પિતાએ તેને ઓરડામાં બંધ કરી દીધો. આ પછી છોકરાએ પોલીસને બોલાવી હતી ત્યારબાદ પોલીસ ઘરે પહોંચી હતી અને છોકરાને રૂમમાથી બહાર નીકળ્યો હતો.

જો સૂત્રોની વાત માનીએ તો, આગ્રાના ઇતમાદ્દુદૌલાના શાહદરા વિસ્તારના રહેવાસી ધરમસિંહે 12 ઓગસ્ટે બાઇક ખરીદી હતી. તેનો 16 વર્ષનો પુત્ર અક્ષર બાઇક અવાર-નવાર ચલાવતો  હતો. બાદમાં સરકારે નવા નિયમો હેઠળ ભારે દંડની જોગવાઈ કરી, જેના પગલે ડરી ગયેલા ધરમસિંહે તેમના પુત્ર પાસેથી બાઇકની ચાવી છીનવી લીધી.

ધરમસિંહે જણાવ્યું છે કે નવી મોટર વ્હીકલ એક્ટ મુજબ સગીરને ડ્રાઇવિંગ કરતા પકડાય તો 25,000 રૂપિયા દંડની જોગવાઈ છે. આ જ કારણ છે કે અમને અમારા પુત્ર પાસેથી બાઇકની ચાવી લેવી પડી.

ધરમસિંહના કહેવા મુજબ, જ્યારે તેનો પુત્ર બાઇક ચલાવવાની બાબતમાં અડગ હતો, ત્યારે તેને ઓરડામાં બંધ રાખ્યા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. સૂત્રએ જણાવ્યું કે છોકરાએ ઓરડામાં બંધ કરી પોલીસને ફોન કર્યો અને પોતાને બચાવવા વિનંતી કરી. જ્યારે એતમદુદ્દૌલાના એસએચઓ ઉદયવીરસિંહ મલિકે જણાવ્યું હતું કે અમે પરિવારને ચેતવણી આપી છે અને છોકરાને તેના માતાપિતાનું પાલન કરવાનું કહ્યું છે.

તો ત્યાં જ આગ્રાના આરટીઓ અનિલ કુમારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના નયામાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો નથી. જુના કાયદા હેઠળ હજુ પણ ચલણો કાપવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.