Not Set/ આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે

નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે. આ તેમનું ચોથું બજેટ છે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં છે.

Top Stories India
7 આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે

Budget 2022 LIVE Updates :

 

  • આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે
    નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બજેટથી યુવાનોને ઘણો ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 60 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.2022-23ની વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ વધારીને 25000 કિમી કરવામાં આવશે
    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 2022-23ની વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ વધારીને 25000 કિલોમીટર કરવામાં આવશે.
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવશે.
  • નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે.શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો ડિજિટલ યુનિવર્સિટી બનાવવામાં આવશે અને શાળાઓમાં દરેક વર્ગમાં ટીવી લગાવવામાં આવશે. સ્કીલ ઈન્ડિયા મિશન દ્વારા યુવા શક્તિ બનાવવા માટે અને સરકારી યોજનાઓ હેઠળ કુશળ કામદારો બનાવવા માટે કામ કરવામાં આવશે. લોકો માટે આજીવિકાના સાધનો વધારવા માટે સરકારી પ્રોજેક્ટ્સની સંખ્યા વધારવામાં આવશે.
  • ઓર્ગેનિક ખેતી પર સરકારનો ભાર, ખેડૂતોને મળશે ડિજિટલ સેવા
  • LICનો IPO ટૂંક સમયમાં આવશે અને જરૂરી કાર્યવાહી સરળતાથી ચાલી રહી છે. દેશમાં આઈટી અને ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવશે અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવામાં આવશે.
  • ખેડૂતોની આવક વધારવા માટે યોજના પીપીપી મોડમાં શરૂ કરવામાં આવશે
  • કોરોના સંકટ વચ્ચે અમારા રસીકરણ અભિયાનની ગતિએ ઘણી મદદ કરી છે. મને વિશ્વાસ છે કે ‘સબકા પ્રયાસ’ સાથે, અમે આગળ જતાં મજબૂત વૃદ્ધિ ચાલુ રાખીશું.
  • આગામી નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 9.2% રહેવાની ધારણા છે
  • કેબિનેટની બેઠક પૂરી થઇ ગઇ છે આ બેઠકમાં pm મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા નાણામંત્રી સીતારમણ થોડીવારમાં લોકસભામાં બજેટ રજૂ કરશે

બજેટ પર કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે અને બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. પ્રી-બજેટ કેબિનેટ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે ગૃહમંત્રી પણ હાજર છેકોરોનાની ત્રીજી લહેર વચ્ચે નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે. આ તેમનું ચોથું બજેટ છે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં છે. સવારે 10.10 વાગે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક થશે. આ બેઠકમાં બજેટને ઔપચારિક મંજૂરી આપવામાં આવશે.મહામારી દરમિયાન લોકોનાં જીવન બદલાયાં છે અને જરૂરિયાતો પણ. આ સંજોગોમાં બજેટ પાસે એક અલગ જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આજે બજેટ રજૂ થાય એ પહેલાં જ સેન્સેક્સમાં 650 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.

સૌથી વધારે અપેક્ષા ઈન્કમટેક્સમાં રાહત મળે અને ટેક્સ સ્લેબ વધારવામાં આવે એની સાથે છે. મહામારી દરમિયાન ખેડૂતો અને નાના વેપારીઓ સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે. ટૂરિઝમ સેક્ટરને પણ સ્પેશિયલ પેકેજની આશા છે

નાણામંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે બજેટમાં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બધાને કંઈક ને કંઈક મળે. તેમણે કહ્યું હતું કે બજેટ તૈયાર કરતી વખતે સમાજના દરેક લોકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. થોડી ધીરજ રાખો, બજેટથી બધા ખુશ થશે.આજે રજૂ થનારા બજેટમાં કોરોના વેક્સિન માટે જે બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે, એ માટે ફંડની ફાળવણી કરવામાં આવી શકે છે.