દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ગતિ હવે ધીમી પડી રહી છે. દેશવ્યાપી રસીકરણની ઝડપી ગતિ વચ્ચે દેશમાં કોરોનાનાં નવા કેસમાં રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,67,059 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં સાજા થનારા લોકોની સંખ્યા 2,54,076 નોંધાઈ છે.
આ પણ વાંચો – Changes From 1st February / આજથી બેંક અને સિલિન્ડર સહિત અનેક નિયમોમાં થશે ફેરફાર,જાણો વિગત
દેશમાં કોરોનાનાં સક્રિય કેસ ઘટીને 17,43,059 પર આવી ગયા છે. દેશમાં કોરોના રિકવરી રેટ વધીને 94.60 ટકા થઈ ગયો છે. જ્યારે પોઝિટિવિટી રેટ 11.69 ટકા છે. મંગળવારે દેશમાં કોરોનાથી મોટી રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1 લાખ 67 હજાર 059 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 લાખ 54 હજારથી વધુ લોકોએ રિકવરી કરી છે. દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા હવે 3,92,30,198 પર પહોંચી ગઈ છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 17,43,059 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસ હવે 4.2 ટકા છે. જ્યારે રિકવરી રેટ હાલમાં 94.60 ટકા છે.
આ પણ વાંચો – Photos / બિહારમાં વિદ્યાર્થીઓનો હિંસક વિરોધઃ ચાલતી ટ્રેનોમાં લગાવી આગ, જુઓ બોગીઓ બળી ગયાના ફોટા
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 166.68 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, દેશમાં કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ 11.69% છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ વધીને 15.25% થઈ ગયો છે. મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં 73.06 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 14,28,672 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.