અવસાન/ પ્રખ્યાત કન્નડ ગાયક શિવમોગ્ગા સુબ્બન્નાનું 83 વર્ષની વયે નિધન

પ્રખ્યાત  કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્ના હવે આપણી વચ્ચે નથી રહ્યા. શિવમોગ્ગા સુબન્નાનું ગુરુવારે રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

Top Stories Entertainment
4 17 પ્રખ્યાત કન્નડ ગાયક શિવમોગ્ગા સુબ્બન્નાનું 83 વર્ષની વયે નિધન

પ્રખ્યાત  કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્ના હવે આપણી વચ્ચે નથી રહ્યા. શિવમોગ્ગા સુબન્નાનું ગુરુવારે રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. શિવમોગ્ગા સુબ્બન્નાએ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુની પુષ્ટિ પરિવારના નજીકના સૂત્રો દ્વારા કરવામાં આવી હતી. સૂત્રએ કહ્યું- તેમને શહેરની જયદેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થયું હતું.

સુબ્બાના કન્નડ સુગમ સંગીત (લાઇટ મ્યુઝિક)ની દુનિયામાં તેમના વ્યાપક યોગદાન માટે જાણીતા હતા. સુબન્ના એ કન્નડ ભાષાના પ્રથમ ગાયક હતા જેમને પ્લેબેક સિંગિંગ માટે રાષ્ટ્રીય પુરસ્કાર (1978) આપવામાં આવ્યો હતો. તેમને આ એવોર્ડ ફિલ્મ ‘કાડુ કુદુરે’માં તેમના દ્વારા ગાયેલા ગીત ‘કાડુ કુદુરે ઓડી બંદિત્તા’ માટે આપવામાં આવ્યો હતો.

સંગીતમાં પ્રવેશતા પહેલા સુબ્બાનાએ વકીલ અને નોટરી તરીકે પણ કામ કર્યું હતું. સુબ્બાનાએ પ્રખ્યાત કન્નડ કવિઓ કુવેમ્પુ (કેવી પુટ્ટપ્પા), દા રા બેન્દ્રે, કે.એસ. નરસિમ્હા સ્વામી, જીએસ શિવરુદ્રપ્પા અને અન્યોની કવિતાઓ માટે રાગો રચ્યા અને તે કવિતાને સામાન્ય લોકો સુધી પહોંચાડી. અને આદર મેળવ્યો. તેમને 1978માં પ્લેબેક વોકલ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2006માં કન્નડ કંપુ પુરસ્કાર, મળ્યા હતા આ ઉપરાંત  2008માં કુવેમ્પુ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ અને 2009માં સુંદરશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.