accident near chikhli/ નવસારી પાસે ચીખલી પાસે કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત,બેની હાલત ગંભીર

ગુજરાતમાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. વાહનચાલકો ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે

Top Stories Gujarat
accident near chikhli
  • નવસારી: ચીખલી નજીક સર્જાયો અકસ્માત
  • કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત
  • આલીપોર બ્રિજ પરની ઘટના
  • કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત
  • બે લોકોને ગંભીર ઈજા
  • સુરતની હોસ્પિટલમાં ખસેડ્યા
  • તમામ મૃતક સુરતના રહેવાસી
  • મુંબઈ એરપોર્ટથી સુરત જઈ રહ્યા હતા
  • નવસારી DYDSPસહિતનો સ્ટાફ ઘટના સ્થળે
  • ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી

accident near chikhli :    ગુજરાતમાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. વાહનચાલકો ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. નવસારીમાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવસારી ચીખલી પાસે કન્ટેનર અને ઇનોવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા. બે લોકોની હાલત ગંભીર છે.

ઉલ્લેખનીય છે કે નવસારી ચીખલી (accident near chikhli) પાસે ઓલીપોર બ્રિજ પાસે કન્ટેનર અને ઇનોવા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થોય હતો જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા અને બે લોકની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જે લોકો અકમ્તામાં ઘાયલ થયા હતા તેમને સારવાર અર્થે સુરતની હોસ્પરિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 ગમખ્વાર અકસ્માતમાં   4 લોકોના મોત થયા હતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અક્સમાતમાં મૃ્ત્યુ પામનાર તમામ સુરતના રહેવાસી છે. તેઓ મુંબઇ એરપોર્ટથી પરત સુરત આવી રહ્યા હતા ત્યારે આ અક્સમાત સર્જોયો હતો. આ અકસ્માતની જાણ થતા ડીવાયએસપી પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોચ્યા હતા અને બચાવકામગીરી હાથ ધરી હતી. ચીખલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Accident in Kerala/કેરળમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ યુવકના મોત