ઈરાનની રાજધાની તેહરાન નજીક શનિવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ જેમાં એક યુક્રેનનુ વિમાન તુટી પડ્યુ હતુ. જાણવામાં આવી રહ્યુ છે કે દુર્ઘટના સમયે વિમાનમાં 180 મુસાફરો સવાર હતા, જેમાંથી એક પણ બચ્યું નહોતું. મળતી માહિતી મુજબ આ અકસ્માત તેહરાન એરોપોર્ટ નજીક બન્યો હતો. રોઇટર્સનાં જણાવ્યા અનુસાર વિમાનનું એન્જિન બંધ પડી ગયુ હતુ જેના કારણે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ.
Ukraine's embassy in Iran issues new statement on the plane crash in Iran, omitting the mention of engine failure as the cause: Reuters https://t.co/jObJWW8rqL
— ANI (@ANI) January 8, 2020
રોઇટર્સ અનુસાર યુક્રેનની દૂતાવાસે એક નિવેદન જારી કર્યું છે કે, એન્જિનની નિષ્ફળતાને કારણે વિમાન ક્રેશ થયું છે. ઈરાનની રાજધાની તેહરાન નજીક યુક્રેનનાં જેટલાઈનર દુર્ઘટનામાં કોઈ પણ જીવીત બચી શક્યુ નથી. વિમાનમાં 180 લોકો સવાર હતા. તેહરાનનાં મુખ્ય વિમાનમથકથી ઉડાણ ભર્યાનાં થોડા જ સમયમાં આ વિમાન ક્રેશ થયું હતું. એપીએ ઈરાની અધિકારીઓ દ્વારા આ માહિતી આપી છે.
ઈરાનનાં સ્થાનિક મીડિયા અનુસાર વિમાન બોઇંગ 737-800 હતું. જે બુધવારે સવારે ટેકઓફ થયા બાદ તુરંત જ ક્રેશ થયું હતું. ફ્લાયટ્રાડાર ફ્લાઇટ ટ્રેકરનાં જણાવ્યા મુજબ, યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇનની ફ્લાઇટ 752 ને સ્થાનિક સમય મુજબ સવારે 5.15 વાગ્યે ઉડવાની હતી. વિમાન યુક્રેનની રાજધાની કીવ નાં બોર્યસ્પિલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક તરફ જઈ રહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
