Bhupendra Patel: ગુજરાતના મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલના નિકટના પારિવારિક સ્વજનનું અવસાન થયું છે. મુખ્યમંત્રીના પરિવારના નજીકના સ્વજન વડીલનું મૃત્યુ થતા CM ભૂપેન્દ્ર પટેલ 23 અને 24 જાન્યુઆરીએ ગાંધીનગરમાં જાહેર જનતા,ધારાસભ્યો અને પદાઅધિકારીઓને મળી શકશે નહી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે મુખ્યમંત્રી સેક્ટર ૩૦ના સ્મશાનગૃહે હતા. આધારભૂત સૂત્રોનું માનીએ તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુ શાંતાબહેન નારણભાઇ પટેલ નુ આજે સવારે અવસાન થયુ છે. ભૂપેન્દ્રભાઇના પત્ની સ્વર્ગસ્થ શાંતાબહેનના એક માત્ર સંતાન હોવાથી તેઓ વર્ષોથી સાથે રહેતા હતા.
CM Bhupendra Patel: ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપના ઐતિહાસિક વિજય થયા બાદ રાજ્ય સરકાર પ્રજાલક્ષી કાર્યો અને જનતાની સમસ્યાના નિરાકરણ માટે એકશન મોડમાં રહે છે. જેના લીધે સરકારે કેબિનેટ મંત્રી સહિતના ધારાસભ્યોએ પ્રજાના કામો કરવા માટે ગાંધીનગરમાં બે દિવસ હાજર રહે છે. જે અતંર્ગત પ્રજાના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓનો નિરાકરણ લાવી શકાય. આ સરકાર હાલ વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે જે લોકો વ્યાજના ચુંગલમાં ફસાયા છે તેમને આ વ્યાજના ચક્રમાંથી બહાર કાઢવાનું કામ કરી રહી છે. અને દરેક જિલ્લામાં વ્યાજખોરો સામે ફરિયાદ કરી શકે તે માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છે (CM Bhupendra Patel) કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી હતી અને 156 બેઠકો પર ભવ્ય વિજ્ય મેળવ્યો હતો ,કોંગ્રેસના સૂંપડા સાફ કરી દીધા હતા. ભાજપે કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો અને રાજ્યમાં 156 બેઠકો જીતી હતી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના પરિવારના નજીકના સ્વજન વડીલનું મૃત્યુ થતા CM ભૂપેન્દ્ર પટેલ 23 અને 24 જાન્યુઆરીએ ગાંધીનગરમાં જાહેર જનતા,ધારાસભ્યો અને પદાઅધિકારીઓને મળી શકશે નહી. આ મામલે એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
