- 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 191 કેસ
- આજે કોરોનાના 318 દર્દી ડિસ્ચાર્જ
- રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1470
- રાજ્યમાં કોરોનાના કારણે 1 દર્દીનું મોત
- અમદાવાદ શહેરમાં કોરોનાના 60 કેસ
- વડોદરા શહેરમાં કોરોનાના 25 કેસ
- રાજકોટ શહેરમાં કોરોનાના 9 કેસ
- સુરત શહેરમાં કોરોનાના 28 કેસ
- ગાંધીનગર શહેરમાં કોરોનાના 4 કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જે સારી વાત છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 191 કેસ નોંધાયા છે, આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડા મુજબ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. કોરોનાને માત આપીને સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 318 છે, જ્યારે એકટિવ કેસની સંખ્યા 1470 છે. આજે કોરોનાના લીધે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.અમદાવાદ જિલ્લામાં કોરોનાના 60 કેસ નોંધાયા છે,જ્યારે વડોદરામાં 25 કેસ રાજકોટમાં 9 અને સુરતમાં 28 કેસ નોંધાયા છે,ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. સૌથી વધારે સુરતમાં કોરોનાના કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે સરકાર કોરોના માટે વેકેસીન અભિયાન હાથધર્યું છે,રાજ્યને કોરોના મુક્ત કરવા માટે કેન્દ્ર સરકારે વેકસિન પર ભાર મુક્યો હતો જેના લીધે દેશમાં કોરોના સ્થિતિ નિયંત્રણમાં છે.
