Gujarat/ પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

હાલના સમયમાં પશ્ચિમ કચ્છમાં ગુજરાત ગેસ દ્વારા પુરવઠો સપ્લાય કરવામાં આવે છે. ગુજરાત ગેસ લિમિટેડની મેઈન વિતરણની સ્ટીલ ગેસ પાઈપ લાઈન નેશનલ હાઈવે, નાગોર રેલ્વે ક્રોસિંગથી સ્થળાંતર કરવાની હોવાથી ગેસ વિતરણ વ્યવસ્થા બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 21T103935.361 પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે...

Kutch News: ગુજરાતના કચ્છ જીલ્લામાં પેટ્રોલ-ડીઝલ ઈંધણોથી ચાલતા વાહનોની સાથે CNG ગેસ આધારિત વાહનોની સંખ્યામાં છેલ્લા ઘણા વર્ષોથી વધારો થયો છે. કચ્છ આજે વિકસતો જીલ્લો બન્યો છે. દેશભરમાંથી જ નહિં પરંતુ વિદેશથી પણ પ્રવાસીઓ કચ્છને માણવા ઉમટી પડે છે. સફેદ રણ, કાઈટ ફેસ્ટિવલ જોવા આવતા મુલાકાતીઓ આનંદનો સ્વાદ લેતા હોય છે. પરિવહન માટે ઉપયોગી થતાં પેટ્રોલ-ડીઝલ અને સીએનજી ગેસ આધારિત વાહનોનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે પશ્ચિમ કચ્છમાં 8 સીએનજી ગેસના પંપ આવેલા છે. જેમાંથી ભુજમાં 5 પંપમાં આજે રાતે 10 વાગ્યાથી આગામી બે દિવસ 23 ફેબ્રુઆરી સુધી ગેસ વિતરણની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. પૂર્વ કચ્છ જીલ્લામાં એકપણ સીએનજી ગેસના પંપ નથી. ગેસ વિતરણની વ્યવસ્થા બંધ રાખવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે.

હાલના સમયમાં પશ્ચિમ કચ્છમાં ગુજરાત ગેસ દ્વારા પુરવઠો સપ્લાય કરવામાં આવે છે. ગુજરાત ગેસ લિમિટેડની મેઈન વિતરણની સ્ટીલ ગેસ પાઈપ લાઈન નેશનલ હાઈવે, નાગોર રેલ્વે ક્રોસિંગથી સ્થળાંતર કરવાની હોવાથી ગેસ વિતરણ વ્યવસ્થા બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે.

21 ફેબ્રુઆરીથી રાત્રે 10 કલાકથી 23 ફેબ્રુઆરી સાંજે 6 કલાક સુધી ભુજ શહેરના પાંચ ઓનલાઈન CNG સ્ટેશનમાં ગેસ પુરવઠો બંધ રખાશે. કચ્છ જીલ્લામાં મિરજાપરમાં ભગવતી હોટલની સામે જલારામ વુડ એન્ડ પેટ્રો પ્રોડક્ટ, સંજોગનગર પાસે ક્રિષ્નાવિજય પેટ્રોલિયમ, ભુજ-નખત્રાણા રોડ પર માનકુવા પાસે ભૂમિ પેટ્રોલયમ અને માધાપર હાઈવે નળ સર્કલ પાસે ઈન્ડિયન ફીલિંગ પોઈન્ટ પાસે સીએનજી (Compressed Natural Gas) બંધ રહેશે. આ દરમિયાન ઘરેલું પીએનજી(PNG- Piped Natural Gas) ગેસનો પુરવઠો ચાલુ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત આપ અને કોંગ્રેસના 20 હજાર કાર્યકરો કેસરિયો ધારણ કરશે

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી