Gujarat politics/ વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત આપ અને કોંગ્રેસના 20 હજાર કાર્યકરો કેસરિયો ધારણ કરશે

થોડા દિવસો અગાઉ જ પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું. તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે તે પહેલેથી જ…..

Top Stories Gujarat
Beginners guide to 45 1 વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત આપ અને કોંગ્રેસના 20 હજાર કાર્યકરો કેસરિયો ધારણ કરશે

Gujarat News: લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક વખત ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટો જોવા મળશે. વડોદરા જીલ્લાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા 20 હજાર કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાશે. આપ અને કોંગ્રેસના કેટલાક કાર્યકરો પણ કેસરિયો ધારણ કરશે તેવું જાણવા મળ્યું છે.

થોડા દિવસો અગાઉ જ પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું. તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે તે પહેલેથી જ ભાજપમાં જોડાયેલા હતા. મળતી માહિતી મુજબ તેઓ  વાઘોડિયા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે.

AAP અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાશે

પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નિવેદન આપતા કહ્યું કે, આજે હું અને મારી વાઘોડિયા વિધાનસભાના AAP અને કોંગ્રેસના કાર્યકરો મારી સાથે ભાજપમાં જોડાઈશું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સાનિધ્યમાં વાઘોડિયા સર્કિટ હાઉસ ખાતે 20 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાવાનો છું. વધુ જણાવતા કહ્યું કે, તેઓ પહેલેથી જ ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે. ભાજપમાં જીલ્લા કન્વિનર તરીકે વેપારી સેલમાં મેં કામ કર્યું હતું. મારી સાથે જે લોકો છે તે ભાજપના જ છે.

કોંગ્રેસમાંથી ખૂબ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાંથી લડેલા સહકારી ક્ષેત્રના આગેવાનો આજે મારી સાથે ભાજપમાં જોડાઈ જશે. એક લાખની લીડ સાથે વાઘોડિયા બેઠક પોતાને નામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી

આ પણ વાંચો:ટુ અને ફોર વ્હીલર પછી ગુજરાતમાં હવે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ ઉત્પાદન થશે