Vadodara/ ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરા એલસીબી પોલીસને ગોવાથી ગોધરામાં વિદેશી દારૂના જથ્થાની ગેરકાયદેસર રીતે લઈ જવાતું હોવાનું જાણવા મળ્યું હતું. આથી બાતમીના આધારે જીલ્લા એલસીબી માહિતી પ્રમાણે સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારે ટાટા ટેમ્પોમાં……….

Top Stories Gujarat

Vadodara News: વડોદરાના ભરથાણા ટોલનાકા પાસેથી રૂપિયા 1 કરોડની જંગી કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વડોદરા એલસીબીએ ટાટા ટેમ્પોમાં વિદેશી દારૂની પેટીઓને ગોવાથી ગોધરા લઈ જવાતું હોવાનું જણાતાં છાપો મારી ટેમ્પો ઝડપ્યો છે. દારૂની કુલ નંગ 1999 પેટીઓ સાથે બે ઈસમોની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે.

દિનપ્રતિદિન ગુજરાત રાજ્યમાં દારૂ, નશાકારક પદાર્થઓની હેરાફેરી કરાઈ રહી છે. કેટલાક અસામાજીક તત્વોને તંત્રનો જરાય ડર નથી તેવું જણાઈ રહ્યું છે. ત્યારે વડોદરામાં ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા એલસીબીએ રૂપિયા 1 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. વડોદરા એલસીબી પોલીસને ગોવાથી ગોધરામાં વિદેશી દારૂના જથ્થાની ગેરકાયદેસર રીતે લઈ જવાતું હોવાનું જાણવા મળ્યું હતું. આથી બાતમીના આધારે જીલ્લા એલસીબી માહિતી પ્રમાણે સ્થળ પર પહોંચી ગઈ હતી.

ત્યારે ટાટા ટેમ્પોમાં બે ઈસમો દ્વારા વિદેશી દારૂ લઈ જતા ઝડપ્યા હતા. ટેમ્પાની તપાસ કરતાં તેમાંથી કુલ 1999 વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટાટા ટેમ્પો સહિત રૂપિયા 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ બે ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ