Not Set/ PAYTM માં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર 2 આરોપી  ઝડપાયા

   PAYTM માં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર 2 આરોપીની સાયબર ક્રાઇમ એ ધરપકડ કરી છે. દેશભરમાં 25 લાખ થી વધુ લોકોને મેસેજ કરી પોતાના જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ ગિરફતમા આવેલો આરોપી સોહિલ સોકતખાન પઠાણ માસ્ટર માઈન્ડ છે. પરંતુ સાયબર ક્રાઇમે અન્ય આરોપી મોહસીન ખાન ના બેંક એકાઉન્ટ થી સોહિલ ખાન […]

Ahmedabad Gujarat
 

 PAYTM માં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર 2 આરોપીની સાયબર ક્રાઇમ એ ધરપકડ કરી છે. દેશભરમાં 25 લાખ થી વધુ લોકોને મેસેજ કરી પોતાના જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ ગિરફતમા આવેલો આરોપી સોહિલ સોકતખાન પઠાણ માસ્ટર માઈન્ડ છે. પરંતુ સાયબર ક્રાઇમે અન્ય આરોપી મોહસીન ખાન ના બેંક એકાઉન્ટ થી સોહિલ ખાન સુધી પહોંચી શકી છે.

આરોપી આમ તો માત્ર 12 મુ પાસ છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં તેણે ફ્રોડ ગેંગ સાથે મળીને લાખો રૂપિયા ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી આ કૌભાંડ આચરવામાં પહેલું પગથિયું ચડી રહ્યો હતો. તેના મારફતે આખું રેકેટ ચાલતું હતું. આરોપી ગેટવે ના મદદ થી હોરિઝોન નામની એપ ની મદદ થી ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર ,  મધ્ય પ્રદેશ , ઝારખંડ,પંજાબ અને દિલહી બિહાર બંગાળ ના લોકો ને મેસેજ કરતો.

આરોપી નું કામ પૂરું થઈ જતા અલગ અલગ રાજ્યોના અન્ય આરોપી ઓ ભોગ બનનારને ટિમ વ્યુયર ડાઉનલોડ કરાવી તેમના ખાતાની માહિતી જાણી રૂપિયાની છેતરપીંડી કરી નાખતો. પોલીસ તાપસમાં   સામે આવ્યું છે કે આરોપીએ ગુજરાતમા જ 1 કરોડ થી વધુ ની છેતરપીંડી કરી ચુક્યો છે. સાથો સાથ 25 લાખ લોકો ને મેસેજ પણ મોકલી ચુક્યો છે. હાલ પ્રાથમિક તપાસ મા 200 થી વધારે ગુના આચર્યાનું સામે આવ્યુ છે. પોલીસ ને આરોપી પાસે થી 8 બેંક એકાઉન્ટ, 58 લાખ રોકડ રૂપિયા, છેતરપીંડીના રૂપિયાથી લીધેલ કાર, બાઈક અને દુકાન સહિત અન્ય મુદામાલ મળી આવ્યા છે. આરોપી ને એક મેસેજ પેટે 2 રૂપિયા મળતાં હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે હાલ તો 200 ગુના ના ભેદ ઉકેલાયા છે. પણ આ આંકડો હજારોમાં જઈ શકે છે. પોલીસ આ ગેંગના અન્ય માસ્ટર માઈન્ડ  ઝારખંડ અને અન્ય રાજ્યોમાં તેને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. અને આ મામલે આઈ ટી ને પણ જાણ કરવામાં આવી છે.

રવિ ભાવસાર, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.