Gujarat News : ગુજરાત હવે પ્રતિબંધિત દવાઓનું હબ બની રહ્યું છે. કેમિકલની ફેક્ટરીઓની આડમાં દવા સાથે ડ્રગ્સનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. હવે કેટલાક ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં પ્રતિબંધિત દવાઓ બનાવવાનો રીતસરનો કારોબાર ચાલે છે અને ઉત્પાદકો કરોડો અબજો રૂપિયા કમાઈ રહ્યા છ.થોડા સમય પહેલાં કસ્ટમ વિભાગ અને ભુજ પોલીસ દ્વારા ટ્રેમાડોલનું આખું કન્સાઇનમેન્ટ પકડવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વર પાસેની એક ફેક્ટરીમાં પ્રતિબંધિત ટ્રેમેડોલ દવાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે અને તે સંદર્ભે ભરૂચ પોલીસને સાથે રાખીને ત્યાં રેડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન 31 કરોડનું રો-મટિરિયલ લિક્વિડ ફોર્મમાં મળી આવ્યું હતું. હવે આ કેસમાં ત્રણ શખસ છત્રાલમાં આવેલી એક ફેક્ટરીમાં ટ્રેમેડોલનું ઉત્પાદન કરી આફ્રિકા સપ્લાય કરતાનો પર્દાફાશ થયો છે.
આ ત્રણેય શખસની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં એક તો ડ્રગ્સ રેકેટનો માસ્ટરમાઈન્ડ નીકળ્યાનું સામે આવ્યું છે.ગુજરાતમાં અગાઉ પણ અનેક ફેક્ટરીઓ ડ્રગ બનાવતી હોવાનું સામે આવ્યું છે. તેમાં ફરી એક વખત મેક ઇન ગુજરાત ડ્રગ્સ હોવાનું સામે આવતા તેની ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. જેમાં આ વખતે ટ્રેમેડોલ મેડિસિન જે ભારતમાં પ્રતિબંધ છે અને વિદેશોમાં આતંકી પ્રવૃત્તિ કરનારા લોકોને આ દવા આપવામાં આવે છે.
આ દવા સામાન્ય રીતે વ્યક્તિને ઊંઘવા દેતી નથી અને તેઓ કલાકો સુધી જાગી શકે છે તે માટે આ પ્રકારની દવા આપવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને દવાનો ઉપયોગ પેઇન કિલર તરીકે થતો હતો. પરંતુ તે હવે ડ્રગ્સમાં રૂપાંતરિત થઈ ગઈ છે અને તેનું ઉત્પાદન કરીને વિદેશથી કરોડો રૂપિયા કમાવવા માટેની આખી વ્યવસ્થા શરૂ થઈ હતી.
ભરૂચમાં ટ્રેમેડોલ દવાનું રો-મટિરિયલ ભેગું કરવામાં આવતું ત્યારબાદ તેને લિકવિડ ફોર્મમાં તૈયાર કરવામાં આવતું હતું. ભરૂચથી રો-મટિરિયલ સરખેજ પાસે લાવવામાં આવતું હતું જ્યાં લિકવિડ ફોર્મને સુકવવમાં આવતું હતું.
અમદાવાદ નજીકના સરખેજ ખાતે સુકવેલું મટિરિયલ છત્રાલમાં લઈ જવાતું જ્યાં તેને ટેબ્લેટ બનાવી પેકેજ કરવામાં આવતું હતુંછત્રાલથી ટ્રેમેડોલ પેકિંગ આફ્રિકા મોકલવામાં આવતું જેના માટે પોર્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો
આ દવાનું મેન્યુફેક્ચરિંગ અલગ અલગ જગ્યાએ કરાવવામાં આવે છે અને તેનું પેકિંગ બીજી જગ્યાએ કરાવીને આફ્રિકન દેશોમાં મોકલવામાં આવે છે. સમગ્ર મામલે હવે ગુજરાત એટીએસએ વધુ આરોપીઓની ધરપકડ કરીને ઇન્ટરનેશનલ રૂટની તપાસ શરૂ કરી છે. આ અગાઉ પણ આફ્રિકન દેશમાં આ દવા ગઇ હોવાની શક્યતાના આધારે અન્ય એજન્સી પણ આમાં તપાસ કરે તેવી શક્યતા છે. બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી સેન્ટ્રલ એજન્સીને આવી પ્રતિબંધિત વસ્તુઓ પર કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે અને જેના આધારે અવારનવાર ગુજરાત એટીએસને ઇનપુટ આપવામાં આવતા હોય છે. જેના આધારે ગુજરાત એટીએસ ઘણી વખત મોટી રેડ કરી છે.
ભરૂચ ડ્રગ્સ મામલે વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ કેવલ ગો઼ડલિયા, આનંદ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરી છે.
આ પ્રકરણમાં કેવલ ગોડલિયા ડ્રગ્સ રેકેટનો માસ્ટરમાઈન્ડ હોવાનુ સામે આવ્યું છે. આનંદ પટેલ અને અંકિત પટેલની છત્રાલ પાસે આવેલી કંપનીમાં દવાનું પેકિંગ કરી સપ્લાય કરતા હતા. હાઈડોઝ ટ્રેમેડોલ દવાના ઉત્પાદન અને ડ્રગ્સ રેકેટમા સંડોવાયેલા હતા. આફ્રિકન દેશોમાં દવાની આડમા ડ્રગ્સ સપ્લાય થતું હતું. ઝડપાયેલા આરોપીની તપાસમા સપ્લાય રૂટ પણ સામે આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર ટ્રેમેડોલ એક્સપોર્ટ કરવાના મામલામાં ગુજરાત એટીએસને સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ મળ્યા હોવાની શક્યતા વ્યક્ત થી રહી છે. જેને આધારે તેમણે આ રેડ કરી હતી. બીજી તરફ આ સમગ્ર મામલામાં અલગ અલગ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ અને પેકિંગ થતું હતું તેવું પણ સામે આવ્યું છે.
ત્યારે આ કેસના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે આ ટ્રેમેડોલનું પેકિંગ અને મેન્યુફેક્ચરિંગ કરાવીને આફ્રિકન દેશોમાં મોકલતા હોવાનું સામે આવ્યું છે. આ પહેલા ગુજરાત બોર્ડર રેન્જ તરફથી કેટલાક ઇનપુટને આધારે કસ્ટમ સાથે મળીને મોટી રેડ કરી હતી. જેમાં ટ્રેમેટોલ દવા સપ્લાય થતી હોવાનું પકડાયું હતું. આથી તાત્કાલિક જાગેલી ગુજરાત એટીએસએ ફરીથી આ પ્રકારની રેડ કરીને કામગીરી કરી હોવાનું બતાવ્યું હતું. કસ્ટમ વિભાગે કરેલી રેડ બાદ આ સમગ્ર માફિયાઓ નાસીપાસ થઈ રહ્યા હતા અને તેઓની સામે કસ્ટમ દ્વારા તપાસ પણ ચાલી રહી હતી. આ સમયે ગુજરાત એટીએસ દ્વારા અગાઉથી અટકાયત કરેલા આરોપીઓની હવે ધરપકડ બતાવવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ
આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત
આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે
