Patan News: પાટણ તાલુકાના ભેમોસણ ખાતે રહેતા દોઢ વર્ષના બાળકનું કરંટથી કરુણ મોત નીપજ્યું છે. મોટરના ખુલ્લા વાયરનો કરંટ લાગતા બાળક ઢળી પડ્યો હતો. માતાએ બૂમાબૂમ કરતા પાડોશીઓએ બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
પાટણ જીલ્લામાં ભેમોસણ ગામે દોઢ વર્ષનું બાળક મિતેષ અભેસંગજી ઠાકોર રમતો હતો. તેની માતા ન્હાવા બેઠી હતી. બાદમાં રમતા રમતા બાજુમાં પાણીના હોજ પર મૂકેલી પાણીની મોટરના જીવિત વીજ વાયર બાળક પકડી લેતા શોર્ટ લાગતા બાળક ઢળી પડ્યું હતું. બાદમાં માતાએ બાળકને જોતા બૂમાબૂમ પાડી હતી અને પાડોશીઓએ બાળકને તાત્કાલિક પાટણ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં સપડાઈ ગયો હતો.
આ પણ વાંચો:પાટણમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતાં નોંધાઈ ફરિયાદ
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:પાટણમાં નદી કાંઠાનાં વિસ્તારો એલર્ટ, જળ સપાટી વધતાં પાણી છોડાશે
