Botad News: બોટાદના લોકો માટે ખુશીના સમાચાર છે. બોટાદના કાળુભાર ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. ગઢાળી ગામે કાળુભાર ડેમમાં પાણીની આવક થતાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીર આવ્યા છે.
ગુજરાતમાં બોટાદ જીલ્લામાં કાળુભાર ડેમનું લેવલ 55.90 મીટર હતું, જે હવે 57.15 મીટર થયું છે. વરસાદના કારણે નવા નીર આવતા 1.25 મીટરનો વધારો થયો છે. કાળુભાર ડેમના ઉપરવાસના ગામોમાં સારો વરસાદ થતાં ડેમમાં થઈ નવી આવક. કાળુભાર ડેમ નીચે 14 જેટલા ગામોને સિંચાઈના પાણીનો લાભ મળે છે.
આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો
આ પણ વાંચો: સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો
આ પણ વાંચો: સાબરકાંઠાના પ્રાંતિજ નજીક આઇસરમાં આગ લાગતા વાહનચાલક ભડથુ થયો
